• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anand Police Reunites Youth Missing For Six Years With Family, Youth Found Near Lambhvel Went Missing Six Years Ago From Ankleshwar

લાગણીસભર દ્રશ્યો સર્જાયા:આણંદ પોલીસે છ વર્ષથી ગુમ યુવકનું પરિવાર સાથે મિલન કરાવ્યું, લાંભવેલ પાસે મળી આવેલો યુવક અંકલેશ્વરથી છ વર્ષ પહેલા ગુમ થયો હતો

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુમ થયેલા યુવકના પરિવારજનો 2016થી શોધખોળ કરી રહ્યા હતા

આણંદના લાંભવેલ પાસે મળી આવેલો માનસિક દિવ્યાંગ યુવક ભરૂચથી છ વર્ષ પહેલા ગુમ થયો હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકને તેના પરિવાર સાથે મિલન કરાવતા લાગણી સભર દ્રશ્યો સર્જાયાં હતાં.

ભરૂચમાંથી છ વર્ષ પહેલા ગુમ થયેલા માનસિક દિવ્યાંગ યુવકને લાંભવેલ આગળથી શોધી કાઢીને તેના પરિવાર સાથે આણંદ ગ્રામ્ય પોલીસે મિલન કરાવ્યું હતું. ભરૂચથી સને 2016માં નંદલાલ સોહનલાલ બાગોરા ભાટ (ઉ.વ.33) માનસિક અસ્થિરતાના કારણે ગુમ થઈ ગયાં હતાં. આ બાબતની જાણ જે તે સમયે તેના પરિવારજનોને થતા તેઓએ નંદલાલની શોધખોળ આદરી હતી. પરંતુ તે મળી આવ્યો નહતો. આ સમયને છ વર્ષ વીતી ગયા બાદ નંદલાલ આણંદ તાલુકાના લાંભેવેલ ગામ નજીક ફરતો હતો.

આ બાબતની જાણ આણંદ ગ્રામ્ય પોલીસને થતાં પોલીસની ટીમે નંદલાલ પરિવારજનોની શોધ આદરી હતી. તેના પરિવારજનોને શોધી કાઢ્યા હતા અને યુવકના પરિવારજનો રાજસ્થાનથી અહીં આવ્યા હતા. છ વર્ષ પહેલા ગુમ થયેલા પુત્રને ઓળખી કાઢ્યો હતો. આમ આણંદ રૂરલ પોલીસે ગુમ થયેલા યુવકને પરિવાર સાથે મિલન કરાવી સહારનીય કામગીરી કરી છે.

અન્ય સમાચારો પણ છે...