તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેળાપ:આણંદ પોલીસે રખડતા અસ્થિર મગજના 25 વર્ષીય મહારાષ્ટ્રના યુવાનને તેના પરિવારનો ભેટો કરાવ્યો

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહારાષ્ટ્રથી ગુમ થયેલો યુવક આણંદમાંથી મળતા પરિવારમાં ખુશી છવાઈ

આણંદ ટાઉન પોલીસ દ્વારા મહારાષ્ટ્રથી ગુમ થયેલ યુવકને તેના પરિવાર સાથે મેળાપ કરી આપતા ખુશીનો માહોલ છવાયો છે. આણંદ શહેરમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં એક અસ્થિર મગજનો યુવક ફરતો હતો તે દરમિયાન ગામડી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પી.એસ.આઈ આર. સી.નાગોલ અને હેડકોન્સ્ટેબલ રાકેશ અમૃત રાવ પાસે આ યુવકે પીવા માટેનું પાણી માંગતા પોલીસે આ અસ્થિર મગજનો યુવક સારા પરિવારનો હોવાનું જણાયું હતું. જેથી પોલીસે આ અસ્થિર મગજના યુવકને પાણી પીવડાવી ચા-નાસ્તો કરાવી તેને જમાડ્યો હતો.

પોલીસે યુવક સાથે વાતચીત કરતા બુધ્ધિપૂર્વક સમજાવી આ અસ્થિર મગજના યુવકના સામાનની તપાસ કરતા તેમાંથી તેનું આધારકાર્ડ મળી આવ્યું હતું. જેથી પોલીસે આ અસ્થિર મગજના યુવકની સમજાવટથી પુછપરછ કરતા આ યુવકે થોડી થોડી વિગતો આપી હતી. જે મુજબ તેનું નામ શ્રીરામ વસંત ડવલે (ઉ.વ.25 રહે, દેવધાબા તા. મલકાપુર જિ. બુલઢાણા મહારાષ્ટ્ર)નુ સરનામુ જણાયુ હતું. તેના ઘરના એડ્રેસ ઉપરથી મહારાષ્ટ્ર પોલીસનો સંપર્ક કરી તેના વાલીનો સંપર્ક કર્યો હતો અને તેના વાલી તેને લેવા આવતા ત્રણેક દિવસ લાગે તેમ હોવાથી આ ત્રણ દિવસ દરમિયાન આ યુવાનને આણંદ ખાતે આવેલા પંડીત દિન-દયાળ આશ્રયગ્રુહ ખાતે સંસ્થામાં રાખ્યો હતો અને આજે તેના વાલી સાથે ભેટો કરાવ્યો હતો.

મહત્વનું છે કે, છેલ્લા ઘણા સમયથી આ પરિવારજનો અસ્થિર મગજના યુવકની શોધખોળ કરી રહ્યા હતા. આણંદથી યુવક મળી ગયાના સમાચાર આવતા તેના પરિવારજનો આ યુવકને લેવા માટે આણંદ આવી પહોંચ્યા હતા. ત્યારે યુવક અને પરિવારજનો વચ્ચે મેળાપ થતા પરિવારજનોની આંખોમાંથી હર્ષના અશ્રુ ઝર્યા હતા. તેઓએ આણંદ પી.આઈ.વાય આર.ચૌહાણ પી.એસ.આઈ આર.સી.નાગોલ અને હે.કો.રાકેશ અમૃતરાવ અને સમગ્ર સ્ટાફનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...