તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસગીરી:બોરસદ હાઈવે ચક્કાજામ આંદોલન આટોપાયા બાદ આણંદ પોલીસ સામે સ્થાનિકોમાં રોષ, પોલીસ પર ઘરોમાં ઘુસી મહિલાઓ અને ગ્રામજનોને મારવાનો આક્ષેપ

આણંદ24 દિવસ પહેલા
ગ્રામજનોએ વાહનોમાં તોડફોડ કરી હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
 • તમામ તથ્યોને ધ્યાને લઈશું.કોઈ નાગરિકનું ખોટું નહિ થવા દઈએ : ડીએસપી ,આણંદ
 • ગ્રામજનો ગરનાળુ બનાવવા બાબતે 10 વર્ષ ઉપરાંત થી સરકારી તંત્ર અને રાજનેતાઓને આજીજી કરે છે *સરકારી તંત્રથી હારીથાકીને ગ્રામજનોએ હાઇવે ચક્કાજામ આંદોલન કર્યું હતું.

બોરસદ તાલુકાના ડભાસી ગામે વાસદ-બગોદરા 6 લેન રોડ બાબતે ગ્રામજનોના આંદોલનમાં પોલીસ અને ગ્રામજનો વચ્ચે થયેલ ઘર્ષણમાં આઠ પોલીસકર્મી ઘાયલ થયા હતા.ગ્રામજનોએ ટોળબંધી કરી પોલીસ ઉપર પથ્થરમારો કરતા પોલીસ ને ઉભી પૂછડીએ ભાગવાનો વારો આવ્યો હતો.જોકે ડીએસપી અને સરકારી તંત્રના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે પહોંચી સ્થિતિ કાબુમાં લીધી હતી.ટિયર ગેસના સેલ છોડવા પડ્યા હતા.80 થી વધુ લોકોની સ્થળ ઉપર જ અટકાયત કરી હતી. ગ્રામજનો મુજબ, આંદોલન શાંત થયા બાદ આણંદ પોલીસે ડભાસી ગ્રામજનોને ઘરમાં ઘુસી નિર્દયી રીતે માર માર્યો છે. કાયદાથી વિરૂધ્ધ જઈ મહિલાઓને અને નિર્દોષ નાગરિકોને દંડ્યા છે. વાહનોમાં તોડફોડ કરી છે.જોકેે ડીએસપીએ આ બાબતે જણાવ્યું હતું કે તમામ તથ્યોને ધ્યાને લઈશું.કોઈ નાગરિકનું ખોટું નહિ થવા દઈએ.

બોરસદ ના ડભાસી ગામમાં આણંદ પોલીસે બર્બરતા ની હદ વટાવી દીધી છે.કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામાન્ય બનાવવાની જગાએ પોલીસે ડભાસી ગ્રામજનો સાથે ગુંડાગીરી કરી હોવાની વિગતો સામે આવી છે.ગુજરાત પોલીસની ગરીમા ને લાંછન લગાડતી આ ઘટના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની ગ્રામજનો અને પીડિતો માગણી કરી રહ્યા છે.પોલીસે કાયદાની મર્યાદા બહાર જઈ ગ્રામજનોના ઘરમાં ઘુસી જઈ નિર્દયી હુમલા કરી કરતા ગ્રામજનો ડઘાઈ ગયા હતા.મહિલાઓ અને પુરૂષો તેમજ વૃદ્ધોને પણ લાઠીઓ વીંઝી હોવાના આરોપો થી આણંદ પોલીસ ઘેરાઈ ચુકી છે.પીડિતો શરીરે પડેલ ઉઝરડા અને ઘરના બારણાં ના તૂટેલ નકુચા અને વાહનોની તોડફોડ પોલીસ ની દાદાગીરી અને ગુંડાગીરી ની હકીકતોની ચાડી કરે છે.

મહત્વનું છે કે વાસદ-બગોદરા 6 લેન માર્ગ ને લઇ પોતાના ગામમાં અવરજવર માટે પડતી મુશ્કેલીઓ, હાલાકી અને તકલીફોની વેદના લઈ ગ્રામજનો 10 વર્ષ થી દરબદર ભટકે છે.સરકારી તંત્ર ,ધારાસભ્ય અને સાંસદ સભ્ય સહિતને આવેદનપત્ર આપી રજૂઆતો કરી ચુક્યા છતાં તેઓનો અવાજ ન સાંભળતા આખરે આંદોલનનું રણશીંગુ ફુક્યું હતું.કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાચવવા આવેલ પોલીસ સાથે ઘર્ષણ થતા પોલીસે લાઠી ચાર્જ કર્યો હતોઅને ટીયરગેસ પણ છોડ્યો હતો ,તો સામે ગ્રામજનોએ પથ્થરબાજી કરી હતી જેમાં આઠ જેટલા પોલીસકર્મી ઘાયલ થયા હતા.

મામલો શાંત પડ્યા બાદ બદલા ની ભાવનાથી પોલીસ અચાનક ગામમાં પહોંચી ઘરોના દરવાજા તોડી નાગરિકો સાથે ગુંડાગીરી કરી હતી.ઘરમાં ઘુસી જઈ મહિલાઓ ,યુવાનો અને પુરૂષો સાથે નિર્દયતા અને નઘરોડતા થી અસહ્ય મારઝૂડ કરી હોવાના આરોપો ગ્રામજનોએ કર્યા છે.ગ્રામજન આંદોલનમાં સામેલ છે કે કેમ તેની ચોકસાઈ કે ખરાઈ કર્યા વગર નાગરિકોને અટકમાં લઈ ગઈ હોવાનો આરોપ પણ ગ્રામજનો લગાવી રહ્યા છે.

નાગરિકો આક્રોશ અને ન્યાયની માગણી સાથે પોતાની પીડા વર્ણવે છે
ડભાસીમાં ગામ બહાર થી ધંધા માટે આવતા ડો.વિપુલ પટેલે જણાવ્યું હતું કે તેઓ ક્લિનિક પાસે જ ઉભા હતા ત્યારે બની ઘટના ત્રણ ગાડી ને નુકશાન કર્યું છે.જે ગામના નહોતા અને બહારગામથી આવ્યા હતા.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગામલોકોએ કરેલ આંદોલન ને લઈ હું અન્ય રસ્તે ગામમાં મારા ક્લિનિકે આવ્યો હતો.જે દરમ્યાન પોલીસ ગામમાં આવી અને મારી નજર સમક્ષ મારી ગાડી તોડી અને તારા માં પાણી હોય તો તું પણ આવી જા કહી ધમકાવી ક્લિનિક બંધ કરાવી.લોકશાહીમાં પોલીસે કરેલ આ જુલ્મ બાબતે એફઆઈઆર નોંધે અને નુકશાનની નું વળતર આપે.

પોલીસ ની બર્બરતા ની ભોગ બનેલા રાધાબેન પટેલે રડમસ અવાજે જણાવ્યું હતું કે તેઓના પતિ પાદરા કેમિકલ કંપની નોકરી કરે છે.નોકરીએ થી ઘરે આવી સુતા હતા અને પુત્ર કડીયા કામ કરી ઘરે આવ્યો હતો.પોલીસ આવી ઘરની ઝાળી તોડી નાખી ઘરમાં ઘુસી પતિ અને પુત્રને માર મારી પોલીસ લઈ ગઈ છે. બાઈક પણ તોડી પાડ્યું છે.નિર્દોષને કેમ લઈ ગયા ?

આ અંગે જમાનાબેન પટેલે પોતાની પીડા વર્ણવતા જણાવ્યું હતું કે રોડ અનંદોલન પત્યું પછી પોલીસ ગામમાં ઘુસી ગઈ ગઈ અને મારાટીપ કરવા લાગી હતી.નિર્દોષ ઉપર પણ હુમલો કર્યો છે એ પણ નથી જોયું કે મહિલાઓને પણ નિર્દયી રીતે ઢોર ની જેમ માર માર્યો હતો.ઘરનો દરવાજો તોડી નાખ્યો હતો મારા ઉપર ખોટા આક્ષેપો કર્યા હતા .મેં આજીજી કરી કે મારા છોકરા અને સસરા સાથે ઘરમાં જ હતી.તો પણ તે સાડી પહેરી છે અને તું આંદોલનમાં ગઈ જ હતી કહી મને ઘરે થી મારતા મારતા છેક ભાગોડ લઈ ગયા હતા.મને ન્યાય મળે અને નુક્શાનનું વળતર મળે.

મહત્વનું છે કે ડભાસી ગ્રામજનો ઉપર આણંદ પોલીસ ની ગુંડાગીરી અને નિર્દયી હુમલા અને કાયદા વિરૂધ્ધની કામગીરી બાબતે જિલ્લા પોલીસ વડા અજિત રાજીયાન નો સંપર્ક કરતા તેઓએ પોલીસ ઉપરના તમામ આરોપો અને આક્ષેપો તથ્યહીન ગણાવ્યા હતા.તેઓએ જણાવ્યું હતું કે ડભાસી ગ્રામજનોને આણંદ પોલીસ દ્વારા મારઝૂડ કે અત્યાચાર મામલે કોઈ જ હકીકત કે ફરિયાદ સામે આવી નથી.કોઈ નાગરિક ને અન્યાય કે અત્યાચાર વિરૂધ્ધની ફરિયાદ હશે અને પુરાવા હશે તો તમામ તથ્યો ધ્યાને લેવાશે.કોઈ નાગરિકને અન્યાય કે ખોટી હેરાનગતિ ન થાય તે ધ્યાન આપીશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો