તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનલોક:આણંદની પોસપોર્ટ ઓફિસ પુનઃ શરૂ, પ્રથમ દિવસે 50 અરજી

આણંદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના કારણે દોઢ માસ સુધી કામગીરી બંધ રખાઈ હતી

આણંદ જીલ્લામાં કોરોનાની બીજી લહેરની સ્થિતિએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યુ હોવાથી સંક્રમણ અટકાવવાના ભાગરૂપે આણંદમાં તંત્રએ પાસપોર્ટ ઓફિસ બંધ કરી દેવાઈ હતી. રાજય સરકારે કોરોના કેસો ધટી રહ્યા હોઈ ઓફિસો ખોલવાની છુટછાટ અપાતા દોઢ મહીનાથી બંધ રખાયેલ પાસપોર્ટ આજે શરૂ કરાઈ હતી. સરકારની ગાઈડ લાઈન મુજબ પ્રથમ દિને ફકત 50ને એપોઈમેન્ટ આપવામાં આવી હતી.આણંદ જીલ્લો એનઆઈઆરનું હબ કહેવાય છે. આથી વિદેશ જવા માટેની આશાએ નગરજનો પાસપોર્ટ કઢાવી રહ્યા હોવાનો કેઝ઼ પણ વધી રહ્યો છે.

પરંતુ કોરોના કહેરના પગલે કેસો સતત વધી રહ્યા છે.અને તેમાં પણ સેકન્ડ વેવમાં સંક્રમણનું પ્રમાણ વધારે હોવાથી વહીવટી તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અટકાવવાના માટે આણંદ મુખ્ય પોસ્ટ ઓફિસમાં આવેલી પાસપોર્ટ ઓફિસ બંધ કરી દેવાઈ હતી.આથી આણંદ જીલ્લામાંથી અરજદારોને પાસપોર્ટ કઢાવવા માટે અમદાવાદ -વડોદરા કચેરીની એપોઈમેન્ટ લઈને ધક્કો ખાવો પડતો હતો.

જેના પગલે હાલાકીઓનો ભોગ બનતા હતા.આખરે દોઢ મહિનાથી બંધ રાખવામાં આવેલી પાસપોર્ટ કચેરી રાજ્ય સરકારે છુટછાટ આપવામાં આવતાં મંગળવારે શરૂ કરી દેવાઈ હતી.વધુમાં પાસપોર્ટ કચેરીના અધિકારી જયાનંદે જણાવેલ કે સરકારની ગાઈડ લાઈન મુજબ પાસપોર્ટ ઓફિસ શરૂ થતાં અરજદારોની ચહલ પહલ પણ શરૂ થઈ ગઈ હતી.હાલમાં 3 જેટલા કર્મચારીઓ ઉપસ્થિત રહે છે.

પહેલા 80થી વધુને એપોઈમેન્ટ અપાતી હતી
રાજ્ય સરકારે સરકારી ગાઈડ લાઈન મુજબ ઓફિસો ખોલવાની છુટછાટ આપવામાં આવી હોવાથી આણંદ ખાતેની પાસપોર્ટ ઓફિસ મંગળવારે શરૂ કરી દેવાઈ હતી.પરંતુ ભીડનો માહોલ થતો અટકાવવા સાવચેતીના ભાગરૂપે આજે ફકત 50 અરજદારોને એપોઈમેન્ટ આપવામાં આવી હતી.જો કે સામાન્ય દિવસોમાં દરરોજ 80થી વધુ અરજદારોને એપોઈમેન્ટ આપવામાં આવે છે. - કે.જે.પરમાર, ઓફિસર, પાસપોર્ટ ઓફિસ, આણંદ

અન્ય સમાચારો પણ છે...