વિવાદ વકર્યો:આણંદ પાલિકાના પૂર્વ પ્રમુખ કાંતિભાઇ ચાવડાએ મહિલા કાઉન્સિલરને ધક્કો મારીને અપમાનિત કરતાં રોષ ફેલાયો

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાધારણ સભાની ઘટના અંગે કાઉન્સિલરોએ સીઓની માફી માંગી ત્યાં વધુ એક વિવાદ વકર્યો

આણંદ પાલિકાની મંગળવારે યોજાયેલી સામાન્ય સભામાં વિપક્ષના કાઉન્સિલરોએ ચીફ ઓફિસરને ધક્કે ચઢાવતાં મામલો ગરમાયો હતો. ત્યારે આ ઘટના સમયે ભાજપના પાલિકાના પુર્વ પ્રમુખે વિપક્ષના મહિલા કાઉન્સિલરને ધક્કો મારીને અપમાનીત કર્યા હતા.આ સમગ્ર ઘટનાનો વિડિયો વાયરલ થતાં ઠેર ઠેર ચર્ચાનો વિષય બની ગયો છે.જો કે મહીલા કાઉન્સિલરને ધક્કો મારીને અપમાનિત કરવામાં આવતાં વિપક્ષના કાઉન્સિલરો સહિત નગરજનો રોષ ફેલાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ નગર પાલિકાની મંગળવારે યોજાયેલી સામાન્ય સભામાં વિપક્ષના કાઉન્સિલરોએ ચીફ ઓફિસરને ધક્કે ચઢાવ્યાં હતાં. આ ધટના સમયે આણંદ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ કાંતિભાઇ ચાવડા એકાએક આવી જઈને વિપક્ષના મહિલા કાઉન્સિલરને ધક્કો મારીને હડસેલીને અપમાનિત કર્યા હતા.ત્યારે સમગ્ર ધટનાનો વિડિયો વાયરલ થતાં શહેરમાં ટીકાઓનો દોર શરૂ થઈ ગયો હતો.

આ અંગે વિપક્ષના નેતા સલીમશા દિવાને જણાવ્યું હતું કે,આણંદ નગર પાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં પાલિકાના પુર્વ પ્રમુખ કાંતિભાઇ ચાવડાએ મહિલા કાઉન્સિલરને રજુઆત કરતી વખતે ધક્કો મારીને અપમાનિત કર્યા હોવાનો વિડિયો જોયો છે.જો કે વધુમાં સલીમશા દિવાને જણાવ્યું હતું કે, અમો વિપક્ષના નગર સેવકો દ્વારા સભામાં ટીપી અને ડીપીના કામો બોર્ડ પર લેવા માટે અને ચર્ચા વિચારણા કરવા માટે રજુઆત કરવા માટે ગયા હતા. પરંતુ ચીફ ઓફિસર એસ.કે.ગરવાલે ટેબલ છોડીને જતાં રહેતા હોવાથી અમો અમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આથી અમો કાઉન્સિલરો બુધવારે પાલિકાના ચીફ ઓફિસરની ચેમ્બર જઇને માફી માંગવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...