પરિણીતાની પજવણી:આણંદ પાલિકાના કર્મીએ પુત્રવધુને અપશબ્દ બોલી અપમાન કર્યું, પિયરમાંથી પાંચ લાખ લાવવા ત્રાસ આપ્યો

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિણીતાએ પતિ સહિત સાત સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

આણંદના સાંગોડપુરા ગામે રહેતી પરિણીતાને તેના સાસરિયાએ પિયરમાંથી રૂ.પાંચ લાખ લાવવા દબાણ કરી ત્રાસ આપતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં મહિલા પોલીસે પતિ સહિત સાત સાસરિયા સામે ગુનો નોંધ્યો હતો.

આણંદના સાગોડપુરા ખાતે રહેતાં અને આણંદ નગરપાલિકામાં ફરજ બજાવતાં ગોરધનભાઈ ગોહેલના પુત્ર અમીતકુમારના લગ્ન 2018માં થયાં હતાં. આ લગ્નજીવન શરૂઆતમાં સુખમય રીતે પસાર થતું હતું. પરંતુ થોડા સમય બાદ ઘરમાં નાના મોટા ઝઘડા શરૂ થઇ ગયાં હતાં. આ મામલો મારઝુડ સુધી પહોંચી જતો હતો. પરિણીતાના સસરા ગોરધનભાઈ ગોહેલ આણંદ નગરપાલિકામાં ફરજ બજાવે છે. તે પણ પરિવારના અન્ય સભ્યો સાથે ત્રાસ આપતાં હતાં. સંયુક્ત પરિવારમાં રહેતા પરિવારમાં મોટાભાગના વહીવટ દિયર જ સંભાળતાં હોવાથી પરિણીતાને સતત પજવણી કરતાં હતાં.

આ ઉપરાંત સસરા ગોરધનભાઈ ગોહેલ અપશબ્દ કહી છુટુ કરવા દબાણ કરતાં હતાં. આ ત્રાસથી કંટાળી પરિણીતાએ ફેમીલીકોર્ટમાં દાવો પણ દાખલ કર્યો હતો. જેના પગલે સાસરિયાએ સમાધાન કરી ફરી પરત સાસરિમાં લઇ આવ્યા હતાં. પરંતુ થોડા સમય બાદ ફરી ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. સાસરિયાઓ વારંવાર પિયરમાંથી રૂ. પાંચ લાખ લઇ આવ તેમ કહી મારઝુડ કરતાં હતાં. આ દરમ્યાન પરિણીતાના માતાએ રૂ.85 હજારનો ચેક આપ્યો હતો. આમ છતાં ત્રાસ ચાલુ રહેતા આખરે શીતલબહેન પિયર પહોંચી ગયાં હતાં.

આ અંગે મહિલા પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે પતિ અમીતકુમાર ગોરધનભાઈ ગોહેલ, સાસુ કાંતાબહેન ગોહેલ, સસરા ગોરધન ગોહેલ, દાદા સસરા મણીભાઈ ગોહેલ, દાદી સાસુ કમળાબહેન ગોહેલ, દિયર પરેશ ગોહેલ અને વિપુલ ગોહેલ સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...