તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના માહામરી વચ્ચે પણ આણંદ નગરપાલિકા દ્વારા વીજભારણ ઘટાડવા માટે શહેરના ત્રણ સુએઝ પ્લાન્ટ પર વિદ્યુત ઉત્પાદન કરતો સોલાર પ્રોજેકટ નાંખવામાં આવશે,ત્યારે મંગળવારે મુખ્યમંત્રી દ્વારા સવારે 10 કલાકે ઓનલાઇન તેનું ખાતમુર્હુત કરવામાં આવશે. આણંદ નગરપાલિકાના વહીવટદાર ગૌરાંગ પટેલે જણાવ્યું હતું કે, આણંદ શહેરમાં ભુગર્ભ ગટરનું પાણી શુધ્ધીકરણ માટે શહેરના બાકરોલ,ઉમાભવન અને લાંભવેલ ખાતે એસટીપી પ્લાન્ટ નાંખવામાં આવ્યા છે. જો કે રાજય સરકાર દ્વારા નગરપાલિકા વીજ ભારણ ઘટાડવા માટે રીપોર્ટ મંગાવવામાં આવ્યો હતો.
જેથી સરકાર દ્વારા 50 ટકા વીજ ભારણ ઘટે તેવો સોલાર પ્લાન્ટ પ્રોજેકટની મંજૂરી આપવામાં આવી હતી.જો કે જીયુટીસી દ્વારા એસટીપીના ત્રણેય પ્લાન્ટ પર સોલર સીસ્ટમ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. રાજય સરકાર દ્વારા રૂપિયા ત્રણ કરોડના ખર્ચે 225 કેવી વિદ્યુત ઉત્પાદન સોલાર પ્રોજેકટથી આણંદ નગરપાલિકાના વીજબીલમાં 50 ટકા ઘટાડો થશે. જો કે આણંદ નગરપાલિકામાં દર માસે ત્રણ લાખ ઉપરાંત બીલ આવતું હોય છે. આમ આણંદ શહેરને નવા વર્ષમાં સૌ પ્રથમ સોલાર સીસ્ટમ પ્લાન્ટ મળવા જઇ રહ્યો છે.જેનું આગામી 29મી ડિસેમ્બર સવારે 10 કલાકે મુખ્યમંત્રી દ્વારા ઓનલાઇન ખાતમુર્હુત કરવામાં આવનાર છે.તંત્ર દ્વારા આખરી ઓપ આપી દેવાયો હતો.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.