પ્રિ-મોન્સુન કામગીરી:આણંદ પાલિકા દ્વારા કાંસની સફાઈ હાથ ધરાઈ, ગટરની કૂંડી, ચેમ્બરો સફાઈ કરાશે અને સ્ટ્રીટ લાઈટો પરથી હોર્ડિંગ દૂર કરાશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે પ્રિ-મોન્સુનની કામગીરી અંતર્ગત શહેરમાં ચોકઅપ થયેલી ગટરોની કુંડી સાફસફાઇ તેમજ શહેરના માર્ગો પર કચરો દૂર કરવા સહીત કામગીરી સેન્ટરી વિભાગની ટીમો મદદથી હાથધરવામાં આવી છે. સાથે સાથે કાંસ વિભાગ અને નગરપાલિકાની ટીમો દ્વારા શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે આવેલા ચાર કાંસની સફાઇ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

1 લી જૂન સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે.તેમજ આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર એસ.કે.ગરવાલે જણાવ્યું હતું. આણંદ નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે ટુંક સમયમાં શહેરના માર્ગો પર સ્ટ્રીટ લાઇટ પર લગાવેલા નાનામોટા બેનરો તેમજ હોડીંગ દૂર કરવાની કામગીરી હાથધરવામાં આવશે.

હાલ જયાં પાઇપ લાઇન સહિત કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જયાં માટી પૂરાણાકરીને રસ્તાઓની મરામત કરવામાં આવશે. તેમજ માર્ગો પર આવેલા ઝાળની નમી ગયેલી ડાળીઓ દૂર કરવાની કામગીરી હાલ બાકરોલ રોડ, 100 ફૂટ રોડ સહિતના વિસ્તારમાં પૂર્ણ કરવામાં આવી છે. જયારે અન્ય વિસ્તારમાં કામગીરી ચાલી રહી છે.

આણંદ શહેરના ફરતે આવેલા વરસાદી પાણીના નિકાલ માટે કાંસ જેવા કે નેશનલ હાઇવે થી તુલસી ગરનાળા થઇને લોટેશ્વર ભાગોળથી મોગરી જતાં કાંસમાંથી ઝાળી જાખરા દૂર કરીને ઉંડો કરવાની કામગીરી હાથધરવામાં આવી છે. જયારે જૂના જકાતનાકા થી લાંભવેલ જોડતો કાંસ, કનોડ તલાવને જોડતો કાંસ સહિત તમામ કાંસની સફાઇની કામગીરી ચાલી રહી છે.

શહેરમાં પાણી ભરાઇ નહીં તે માટે પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરાઇ
આણંદ નગરપાલિકા ઇન્ચાર્જ પ્રમુખ છાયબેન ઝાલાએ જણાવ્યું હતું કે, દરવર્ષે વરસાદ પડતાં શહેરના જુદા જુદા નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જાય છે ત્યારે શહેરી જનો સહિત વાહનચાલકોને હાલાકીઓનો ભોગ બનવું પડે છે. આથી આણંદ જિલ્લા કલેકટરે પ્રિ-મોન્સુન અંતર્ગત કામગીરી હાથધરવનો આદેશ કર્યો હોવાથી આણંદ નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા લોટેશ્વર તળાવ કાંસ, બોરસદ ચોકડી પાસે કાંસ સહિત અન્ય કાંસની સાફસફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...