તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:આણંદ પાલિકાએ પ્લાસ્ટિક જપ્ત કરી 1 હજાર દંડ ફટકાર્યો, ચેકીંગમાં પ્રતિબંધિત પ્લાસ્ટીક ઝડપાયું

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકાર દ્વારા 40 થી ઓછી માઇક્રોનવાળા પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ત્યારે આણંદમાં ઠેર ઠેર દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ થતો અટકાવવાના ભાગરૂપે પાલિકાની ટીમોએ શહેરમાં પાંચ દુકાનો ચેકીંગ કરી એક કીલો પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝડપી એક હજાર દંડ ફટકાર્યો હતો.

આણંદ પાલિકાના સુત્રોએ જણાવેલ કે આણંદ નગર પાલિકા દ્વારા દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ થતો બંધ કરવાવા માટે ટીમો બનાવી શુક્રવારે શહેરમાં ચેકીંગ કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં આણંદ સી પી.કોલેજ વિસ્તારમાં પાંચ દુકાનોમાં તપાસ હાથ ધરાતા ભોલેનાથ જનરલ સ્ટોરમાંથી પ્લાસ્ટિક ઝડપી પાડવામાં આવ્યુ હતુ. વધુમાં પાલિકાના તુષાર ગઢવીએ જણાવેલ કે એક કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝડપી પાડી એક હજાર દંડ ફટકાર્યો હતો. સાથે દુકાનદારોને પ્લાસ્ટિકનું વેચાણ નહીં કરવામાં સુચનાઓ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

    વધુ વાંચો