કામગીરી:આણંદ પાલિકાએ ગુરૂદ્વારા સર્કલ ફરતે ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવી દીધાં

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદમા વિકાસના નામે માર્ગો પર ખોદકામને લીધે ટ્રાફિક જામથી વાહન ચાલકો તોબા પોકારી ગયા

આણંદ શહેર વિકાસના નામે પાલિકા તંત્ર દ્વારા ઠેર ઠેર માર્ગો પર ખોદકામ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.ત્યારે શહેરના માર્ગો પર સર્કલની ફરતે વારંવાર ટ્રાફીક જામ થઇ જતો હોવાથી વાહનચાલકો તોબા પોકારી ઉઠયા છે.આખરે ફરિયાદોના પગલે આણંદ પાલિકાએ આળસની ધૂળ ખખેરીને સતત 24 કલાક ટ્રાફિક ધમધમતા અમૂુલ ડેરી માર્ગ પર ગુરૂદ્વારા સર્કલ પાસે અડીંગો જમાવીને બેસતા ફૂટની લારીઓ વાળાઓને પાલિકાની ટીમે ખદેડી મુકીને દબાણો કાયમી ધોરણે દુર કરાયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ શહેરમાં વર્ષોથી માર્ગો સાંકળા હોવાથી વારંવાર ટ્રાફિક જામ ની સમસ્યા સર્જાતી હોય છે.બીજી તરફ ટ્રાફિક પોલીસ દ્વારા એકીબેકી પાર્કીગ નિયમન અમલ કરવા છતાં પાલન કરવામાં આવતું નથી. ટુંકી ગલીમાં રસ્તા પર પ્રતિબંધ હોવા છતાં લારીધારકો દબાણ કરી દેતાં હોવાથી વાહનચાલોક પસાર થઇ શકતાં નથી.આ અંગે જિલ્લા કલેકટર કચેરી એ ટ્રાફિક સંકલન મિટીંગમાં મુદો ચર્ચા કરવામા આવી હતી. આથી આણંદ જિલ્લા કલેકટરે ચીફ ઓફિસરને આણંદમાં માર્ગો પર ગેરકાયદે દબાણો દુર કરવાનો આદેશ કર્યો હતો.

આ અંગે આણંદ પાલિકા ચીફ ઓફિસર એસ.કે.ગરવાલેજણાવ્યું હતું કે આણંદ શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા માટે આણંદ પાલિકાએ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જેના એકસન પ્લાન મુજબ શહેરના મુખ્ય સર્કલ રેલ્વે સ્ટેશન વિસ્તાર, ગણેશ ચોકડી, ટાઉન હોલ, એપીસી સર્કલ, મહેન્દ્ર ચાર રસ્તા ગામડીવડ સર્કલ , વહેરાઇ માતા સર્કલ સહિત અન્ય વિસ્તારોમાં દિન પ્રતિદિન ગેરકાયદે દબાણો સફાયો બોલાવી દેવાશે.

જેના ભાગરૂપે સૌ પ્રથમ અમૂલ ડેરી રોડ પર ગુરૂદ્વારા સર્કલ પાસે ગેરકાયદે ઉભા રહેતા લારીઓ વાળા દબાણો ને કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓ પડતી હતી. જેથી દબાણ વિભાગના ભાવેશભાઇ સહિત અન્ય કર્મચારીઓ દ્વારા ગેરકાયદે લારીઓ દુર કરીને સફાયો બોલાવી દેવાયો હતો

અન્ય સમાચારો પણ છે...