વેરા વસુલાત:આણંદ પાલિકાની રૂ 14.49 કરોડની વેરા વસુલાત બાકી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા દ્વારા ચાલુ વર્ષે 12.50 કરોડની વેરા વસુલાત કરાઈ

આણંદ નગર પાલિકા દ્વારા દર વર્ષે વેરા વસુલાત માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે નિયત કરેલા લક્ષ્યાંક પુરો નહીં પાડી શકાતા 27 કરોડના વસુલાતની સામે આઠ માસ સુધીમાં માત્ર રૂા 12.50 કરોડની વસુલાત થઇ છે. આણંદ નગરપાલિકા 50 ટકા જેટલી વસુલાત કરીને હાંફી જાય છે. હવે માત્ર ત્રણ મહિના બાકી રહ્યાં હોવાથી સો ટકા લક્ષ્યાંક પુરો કરવા પાલિકાએ કમર કસવાનંુ શરૂ કરી દીધુ છે. જેના ભાગરૂપે 14.49 કરોડની વેરા વસુલાત બાકી પડતી હોય ટીમો બનાવી નોટિસ ફટકારી મિલ્કત જપ્તી સહિતની કાર્યવાહી હાથ ધરવા માટે હાથ ધરવા માટે એકશન પ્લાન તૈયાર કર્યો છે.

આણંદ પાલિકાના ટેક્ષ વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે,આણંદ નગરપાલિકા હસ્તક શહેર સહિત બાકરોલ હદ વિસ્તારના કુલ 87 હજાર મિલકત ધારકો ધરાવે છે.જેની દર વર્ષે રૂ.27 કરોડ માંગણાની (ડિમાન્ડ) મુજબ વેરા વસુલાતની આકરણી હેઠળ વસુલાત કરવામાં આવે છે.

આણંદ નગર પાલિકાએ ચાલુ વર્ષે કોરોનાની બીજી લહેર હોવા છતાં 12.50 કરોડ વિવિધ વેરાની આઠ મહિનામાં વસુલાત કરાઈ હતી. જોકે માર્ચમાં લક્ષ્યાંક પૂરો કરવા માટે અત્યારથી પાલિકાએ જુદી જુદી ટીમો બનાવીને ડોર ટુ ડોર વેરા વસુલાતની કામગીરી હાથ ધરશે.જે મુજબ શહેરના કુલ 13 વોર્ડમા બીલની વહેંચણી કરી દેવામાં આવી છે. રૂ.14 .49 કરોડના માંગણા સાથે વસુલાત બાકી પડતી હોય લક્ષ્યાંક પુરો કરવા માટે સૌ પ્રથમ ઘણા વર્ષોથી ટેક્સ નહી ભરતા તમામ બાકીદારોને યાદી મુજબ નોટીસ ફટકારીને મિલ્કત જપ્તી સહિતની કાર્યવાહી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...