તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોન્ટ્રાકટરને લહાણી:આણંદ પાલિકા રખડતી ગાયો પકડવા મુદ્દે પાણીમાં

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘણા દિવસોથી રખડતી ગાયોએ આંતક મચાવવાનું શરૂ કરી દીધું છે

આણંદ શહેરમાં ઘણા દિવસોથી રખડતી ગાયોએ આંતક મચાવવાનું શરૂ કરી દીધું છે. ત્યારે આણંદ પાલિકા માટે રખડતી ગાયોની સમસ્યા માથાના દુઃખાવા સમાન સાબિત થઇ છે. આથી નગર પાલિકા પાણીમાં બેસી ગઈ હોય તેમ હવે રખડતી ગાયો પકડવા માટે એકશન પ્લાન તૈયાર કરી નવેસરથી કોન્ટ્રાકટ આપીને શહેરમાં રખડતી ગાયો પકડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તેમજ રખડતી ગાયો પકડી લીધા બાદ પશુપાલકો પાસેથી ડબલ દંડ વસુલવાનો નિર્ણય કર્યો છે.

આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે જણાવેલ કે તાજેતરમાં શિખોડ તલાવડી પાસે રખડતી ગાયએ એક વૃધ્ધને શીંગડે ભેરવીને મારમારતા સ્થળ પર મોત નિપજયું હતું. આથી નગરપાલિકાએ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં વારંવાર નગરજનોની ફરિયાદોના પગલે શહેરમાં રખડતી ગાયો પકડવાની ઝુંબેશ હાથ ધરવા માટે કોન્ટ્રાકટ આપવામાં આવશે. જેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. કોન્ટ્રાકટ આપતાની સાથે નગરપાલિકાનો એક કર્મચારીને સાથે રાખવામાં આવશે.

જો કે મહત્વની બાબત એ છે કે હાલમાં 500 રૂપિયા દંડના બદલે ડબલ દંડ વસુલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ આણંદ નગરપાલિકાના ઢોર ડબ્બાના અધિકારી મિલન ત્રિવેદી નિવૃત થતાં શહેરમાં રખડતી ગાયો પકડવાની કામગીરી ખોરવાઇ ગઇ છે. આથી શહેરમાં રખડતી ગાયોનો આંતકની સમસ્યા કાયમી ધોરણે નિવારણ માટે આણંદ પાલિકા હવે કોન્ટ્રાકટ આપીને રખડતી ગાયો પકડયા બાદ ગણેશ ચોકડી ઢોર ડબ્બામાં પૂરી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...