ચર્ચા વિચારણા:વેજ-નોનવેજની લારીઓ હટાવવા અંગે આણંદ પાલિકા અસમંજસમાં

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા પ્રમુખ કહે છે ચીફ ઓફિસર સાથે ચર્ચા કરીશું , સી. ઓ કહે છે ઉપરથી કોઇ આદેશ નથી

સમગ્ર રાજ્યમાં વેજ - નોનવેજની લારીઓ સંદર્ભે ચાલી રહેલા વિવાદમાં આણંદ નગરપાલિકાના સત્તાધિશોને શહેરમાં લારીઓ હટવવા બાબતે અસમંજસમાં મુકાઇ ગયા છે. કારણે કે સોમવારે જિલ્લામાં યોજાયેલના સ્નેહ મિલન કાર્યક્રમમાં મુખ્ય મંત્રી અમને વેજ કે નોનવેજ લારી સામે કોઇ પ્રશ્ન નથી. પરંતુ લારીઓમાં વેચાતા ખાદ્યપદાર્થ આરોગ્ય માટે હાનીકારક હોય છે. તેમજ જાહેર માર્ગો પર વાહનચાલકો માટે અડચણ રૂપ લારીઓ હટાવવામાં આવશે. તો બીજ બાજુ કોર્પોરેશન દ્વારા નોનવેજ લારીઓ હટાવવાની કામગીરી હાથ ધરી છે. વડોદરા પ્રાદેશિક કમિશ્નરે કોઇપણ સુચના ના આપતા પાલિકા સત્તાવાળા શું કરવું તે બાબતે અવઢવમાં છે.

આ બાબતે ટૂંક સમયમાં નિર્ણય કરાશે. આણંદ નગરપાલિકા પ્રમુખ રૂપલબેન પટેલે જણાવ્યું હતું કે, આણંદ શહેરમાં નોનવેજ, ઇંડાનું વેચાણ કરતી લારીઓની નોંધણી કરવામાં આવતી નથી. અમદાવાદ, વડોદરા ,રાજકોટ કોપોર્રેશનમાં આ પ્રકારની લારીઓ સામે કાર્યવાહી થઇ રહી છે. આણંદમાં ચીફ ઓફિસરે બે દિવસ પહેલા ચાર્જ લીધો છે તેથી તેમની સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ શહેરમાં ટ્રાફિક માટે નડતર રૂપ અને ઇંડા નોનવેજ લારીઓ હટાવવામાં આવશે.

આ અંગે વધુમાં પાલિકાના કારોબારી ચેરમેન સચીન પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં લાયસન્સ વિના ધમધમતી ઇંડા - નોનવેજ સહિત માર્ગો પર ટ્રાફિકને અડચણ રૂપ બનતી હોય તેવી તમામ લારીઓ હટાવવામાં આવશે. આ અંગે પાલિકા દ્વારા એકશન પ્લાન તૈયાર કરી દેવાયો છે. સામારખા ચોકડી પાસે સ્લોટર હાઉસ જે તે સમય ચાલુ હોવાથી આણંદ પાલિકા અંદાજીત 37 જેટલા નોનવેજની લારીઓના લાયસન્સ જારી કર્યા હતા. પ્રાદેશિક કમિશ્નરના આદેશ મુજબ ચીફ ઓફિસરના હુકમના આધારે શહેરમાં તમામ ઇંડા - નોનવેજની લારીઓ હટાવી દેવામાં આવશે.

વધુમાં આણંદ પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર કમલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આણંદ શહેરમાં ઇંડા નોનવેજ લારીઓ હટાવવા માટે વડોદાર કમિશ્નેર હુકમ કર્યો નથી. આ બાબતે અગાઉના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ સાથે મારે વાતચીત પણ થઇ હતી.

જો કે પ્રાદેશિક કમિશ્નરનો આદેશ મળવાથી તેમજ પાલિકા પ્રમુખ સહિત નગરપાલિકાની વિવિધ કમિટીઓ દ્વારા નિર્ણય લેવામાં આવશે તો તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આણંદ શહેરમાં ઇંડા - નોનવેજ લારીઓ હટાવવાની ચર્ચાઓ જોર પકડયું હોવાથી આણંદ પાલિકામાં કોંગ્રેસના કાઉન્લિર ઇલ્યાસ આઝાદ અને અપક્ષના કાઉન્સિલર મહેશ વસાવાએ લારીવાળાઓની તરફેણમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...