આણંદ નગર પાલિકાની આજે સામાન્ય સભાયોજાનાર છે. ત્યારે વિરોધ પક્ષના વિરોધની વચ્ચે શહેરના વિકાસ માટે 72 કામોના એજન્ડા મંજુરી માટે મુકવામાં આવશે. સભામાં એજન્ડાના કામોની મંજુરી મળતાં આણંદ શહેરમા કરોડના ખર્ચે હાથ ધરવામાં આવનાર કામગીરી સંદર્ભે નિર્ણય લેવાશે. જો કે દર વખતની જેમ માત્ર 2 મિનિટમાં સામાન્ય સભા આટોપી લેવાનો તખ્તો ગોઠવાઈ ગયો હોવાનું શહેરીજનોમા ચર્ચાઈ રહેલ છે. પ્રાપ્ત માહિતી મુજબ આણંદ નગરપાલિકાના ગુરૂવારે બપોરે 12-00 કલાકે સભાખંડામાં સામાન્ય સભા યોજાશે.
આ અંગે વિરોધ પક્ષના નેતા સલીમશા દિવાને જણાવ્યું હતું કે, કોંગ્રેસ શાસિત વિસ્તારમાં શહેરીજનો ટેક્ષ ભરવા છતાં એક વર્ષથી વિકાસના કામો હાથધરવામાં આવ્યા નથી.જેના લીધે શહેરીજનો હાલાકીઓનો ભોગ બની રહ્યાં છે. ઇસ્માઇલ નગરમાં ગટરનો પ્રશ્ન, પીવાના પાણીનો પ્રશ્ન તેમજ સોસાયટીને જોડતા બિસ્માર માર્ગો અને સાંગોળપુરાથી નેશનલ હાઇવે જોડતો રસ્તા મંજૂર થઇ ગયો હોવા છતાં વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા નથી.
આ ઉપરાંત પરીખ ભુવન વિસ્તાર સહિત જીટોડિયા રોડ વિસ્તારના એક પણ વિકાના કામો મુકવામાં આવતા નથી.જેને લઇને ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ કાઉન્સિલરો સાથે જેતે વિસ્તારના કામો મુકવા બાબતે કોઇ જ ચર્ચા કરવામાં આવતી નથી. મનફાવે તેવી રીતે કામો મુકાતા હોવાનો આક્ષેપ કોંગ્રેસના કાઉન્સિલરો દ્વારા કરવામાં આવનાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.