કોરોના અપડેટ:આણંદ : દિવાળી પછી કોરોનાના 7 કેસમાંથી 5 દર્દીએ રસીના બંને ડોઝ લીધા હોવાથી ભયમૂક્ત

આણંદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક દર્દીને કેન્સર હોવાથી વેક્સિન લઇ શક્યા નહતા, અન્ય એક બાળદર્દી

આણંદ જિલ્લામાં દિવાળીના તહેવાર બાદ આણંદ, કરમસદ અને વિદ્યાનગરમાંથી કુલ 7 કેસ મળ્યા હતા. જેમાં 6 વર્ષના એક બાળકનો પણ સમાવેશ થતો હતો. જ્યારે એક દર્દીને કેન્સર હોવાથી તેમણે રસી લીધી નહતી આ સિવાયના તમામ પાંચ કોરોના પોઝિટિવે રસીના બંને ડોઝ લીધા હોવાથી તેમને કોરોનાની ઘાતક અસર થઇ નહતી.

આણંદ શહેરમાં દિવાળી બાદ ઝાયડસ હોસ્પિટલ પાછળ રહેતા એક બંગાળી પરિવારના માતા - પુત્ર કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. જો કે મહિલાએ વેક્સિનના બંને ડોઝ લીધા હોવાથી તેને સામાન્ય અસર થઇ હતી. જેથી હોમ આઇસોલેન્સ હેઠળ સારવાર આપવામાં આવી હતી. જયારે કરમસદ પાસે રહેતા યુવકને કોરોના થયો હતો.પરંતુ તેણે વેક્સિન લીધી હોવાથી સામાન્ય અસર થઇ હતી.

આણંદ શહેરના એક વૃધ્ધને કોરોના થયો હતો તેમણે પણ રસીના બંને ડોઝ લીધા હતા. તેઓ માત્ર ચાર દિવસમાં જ સાજા થઇ ગયા હતા. જ્યારે દિવાળી પહેલા આણંદ શહેરના એક આધેડને કોરોના થયો હતો તેમને કેન્સરની બીમારી હોવાથી વેક્સિન લીધી ન હતી.

જુલાઇના અંતમાં સરકારી ચોપડે કોરોના એક મોત નિપજયું હતું
આણંદ જિલ્લામાં કોરોના કારણે પોણા બે વર્ષમાં 49 વ્યકિતના મોત નિપજયા છે. જેમાં જુલાઇ માસમાં એક આધેડનું કોરોનાના કારણે મોત નિપજયું હતું. પરંતુ ત્યારબાદ વેક્સિન લેનારની સંખ્યા વધી ગઇ હતી. અને છેલ્લા ચાર માસમાં કોરોનાના 40 થી વધુ કેસ નોંધાયા હતા. પરંતુ તેમણે વેક્સિન લીધી હોવાથી એક પણ દર્દીનું મોત થયું નથી. આમ રસી એ રામબાણ પૂરવાર થઇ રહી છે. > ડો એમ. ટી. છારી, જિલ્લા આરોગ્ય અધિકારી, આણંદ.

અન્ય સમાચારો પણ છે...