તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anand NPA's Shelter Home Joins Annabrahm Scheme, Arrangements Will Be Made To Provide Food To The Destitute For One Year

સુવિધા:આણંદ ન.પા.નું સેલ્ટર હોમ અન્નબ્રહ્મ યોજનામાં જોડાયું, નિરાધારને એકવર્ષ સુધી અનાજ મળે તેવી વ્યવસ્થા કરાશે

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યનું પ્રથમ આણંદ નગરપાલિકાનું સેલ્ટર હોમ અન્નબ્રહ્મ યોજના સાથે જોડાયું

આણંદ શહેરમાં નગરપાલિકા સંચાલિત સેલ્ટર હોમ એટલે કે નિરાધાર ગરીબ પરિવારો માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આશ્રય સ્થાન શરૂ કરવામાં આવ્યું હતું. આ આશ્રય સ્થાન ઉપર હાલ 80 જેટલા નિરાધાર લોકો આશ્રય મેળવી રહ્યા છે. આ લોકોને નગરપાલિકા દ્વારા સામાજિક સેવા ભાવિ સંસ્થાના માધ્યમથી ગુણવત્તા યુક્ત ભોજન, ચા, નાસ્તો વગેરે પૂરું પાડવામાં આવી રહ્યું છે. જોકે, હવે સેલ્ટર હોમ અન્નબ્રહ્મ યોજના સાથે જોડવાનું આવ્યું છે. જેના પગલે પુરવઠા વિભાગ દ્વારા નિરાધારોને મહિને 15 કિલો અનાજ આપવામાં આવશે.

આણંદ નગરપાલિકાનું સેલ્ટર હોમ હવે જિલ્લા પુરવઠા વિભાગ અન્ન બ્રહ્મ યોજના સાથે સામેલ થતા જ્યોતિ સામાજિક સેવા સંસ્થાના શુભગ સમન્વયથી ગરીબો માટે સુંદર આશ્રય સ્થાન બની રહ્યું છે. કલેક્ટર આર.જી. ગોહિલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી ગોપાલ બામણીયા દ્વારા આ નિરાધાર લોકોને અન્ન બ્રહ્મ યોજના હેઠળ જોડીને તેઓને 10 કિલો ઘઉં અને 5 કિલો ચોખાનું વિતરણ માટે મંજુરીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અનાજનું વ્યવસ્થાપન સેવાભાવી સંસ્થા દ્વારા કરવામાં આવે અને તેની ગુણવત્તા સભર રસોઈ બનાવી નિયમિત રીતે આશ્રિતોને પુરી પાડવામાં આવશે.

આ અભિયાનમાં નગરપાલિકા પ્રમુખ રૂપલબહેન પટેલ ,ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ , અન્નબ્રહ્મ યોજના સાથે જોડવા મામલતદાર કેતન રાઠોડ (શહેર), જ્યોતિ સામાજિક સેવા સંસ્થાએ મહત્વની ભૂમિકા નિભાવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં રહેતા બાળકો માટે આંગણવાડી અને શાળામાં અભ્યાસ માટે પણ વ્યવસ્થા કરી રહ્યા છીએ, તેમજ દિવ્યાંગજનોની પૂરતી કાળજી લઇ તેઓને સરકારની યોજનાઓના લાભ આપવામાં આવ્યા છે. આશ્રયસ્થાનમાં આવેલા લોકો સ્વસ્થ રહે તે માટે ઇત્તર પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે.

એક વરસ સુધી અનાજ પુરુ પાડી શકાય તે માટે પ્રયત્ન કરાશે

આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી ગોપાલ બામણીયાએ જણાવ્યું હતું કે, હાલ છ માસ સુધી અનાજ પૂરું પાડવા આયોજન કરાયું છે. વધુ છ માસની મંજૂરી પણ મેળવી લેવાશે. સાથે સાથે આ અશક્ત અને નિરાધાર લોકોને રેશન કાર્ડ પણ આપવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...