હાલાકી:આણંદ નીલકંઠ ફિડરનો વીજ વાયર તૂટતાં અઢી કલાક સુધી લાઇટો બંધ

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉનાળાની ગરમીમાં 4 હજાર ઉપરાંત વીજ ધારકોને હાલાકી

આણંદ ગ્રીડ ચોકડી પાસે નીલકંઠ ફિડરમાંથી પસાર થતો ચાલુ વીજ વાયર એકાએક તુટી પડયો હતો.સદનસીબે વીજળી ડુલ થઇ જતાં મોટી જાનહાની થતી ટળી હતી. ત્યારે શહેરના ગંગદેવનગર વિસ્તાર, 100 ફૂટનો રોડ, સલાટીયા વિસ્તારમાં તહેવાર પર્વે અઢી કલાક લાઇટો બંધ રહેતા 4 હજાર ઉપરાંત વીજ ધારકો કાળઝાળ ગરમીથી હેરાન પરેશાન થઇ ગયા હતા. બીજી તરફ લાઇટો બંધ રહેતા તંત્રના ફરિયાદ નિવારણ કેન્દ્રમાં ત્રણ વીજ ધારકો વીજળીડુલ થઇ હોવાની ફરિયાદો નોંધાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉનાળાની કાળઝાળ ગરમીમાં વીજતંત્ર દ્વારા મેન્ટેન્સ નામે વીજ કાપ મુકવામાં આવે છે. મંગળવારે સવારે 7 કલાકે ગ્રીડ ચોકડી પાસે નીલકંઠ ફિડરમાંથી વીજ વાયર એકાએક તુટી ગયો હતો. જેના પગલે સમગ્ર વિસ્તારમાં લાઇટો બંધ થઇ ગઇ હતી. આ અંગે ગંગદેવનગરના રહીશ રમેશભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતુ કે, સવારે લાઇટો બંધ થઇ ગઇ હોવાથી જીઇબીના ફરિયાદ નિવારણ કેન્દ્રમાં ફરિયાદ કરવામાં આવતાં ઓપરેટર હર્ષદભાઇ દ્વારા અડધા કલાકમાં લાઈટો આવી જશે તેવો જવાબ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...