MOU:આણંદ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ પાંચ વર્ષ માટે વારાણસી મિલ્ક યુનિયનનું સંચાલન કરશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તર પ્રદેશ સરકાર, પ્રાદેશિક કો ઓપરેટિવ ડેરી ફેડરેશન, વારાણસી મિલ્ક યુનિયન અને એનડીડીબી વચ્ચે હસ્તાક્ષર કરાયાં

ઉત્તર પ્રદેશમાં ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ઉત્તર પ્રદેશ સરકારે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડને પાંચ વર્ષ માટે વારાણસી મિલ્ક યુનિયનનું સંચાલન કરવાની જવાબદારી સોંપી છે. આ અંતર્ગત 1 નવેમ્બર, 2021ના રોજ એક વર્ચ્યુઅલ કાર્યક્રમ દરમિયાન ઉત્તર પ્રદેશ સરકાર, પ્રાદેશિક કૉઑપરેટિવ ડેરી ફેડરેશન લિ., વારાણસી મિલ્ક યુનિયન અને એનડીડીબી વચ્ચે એક મેમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર થયાં હતાં.

ઉત્તર પ્રદેશ સરકારના પશુપાલન, ડેરી વિકાસ અને મત્સ્યપાલન બાબતોના મંત્રી લક્ષ્મીનારાયણ ચૌધરી, કેન્દ્ર સરકારના પશુપાલન વિભાગના સચિવ અતુલ ચતુર્વેદી, કેન્દ્ર સરકારના પશુપાલન વિભાગના સંયુક્ત સચિવ વર્ષા જોશી, એડીડીબીના ચેરમેન મીનેશ શાહ, ઉત્તર પ્રદેશ સરકારના ડેરી વિકાસના મુખ્ય સચિવ સુધીર ગર્ગ, ઉત્તર પ્રદેશ સરકારના મિલ્ક કમિશનર ભૂષણલાલ સુશીલ, પીસીડીએફના પ્રભારી મેનેજિંગ ડિરેક્ટર રવિશંકર ગુપ્તા તથા એનર્જી એફિશિયેન્સી સર્વિસિઝ લિમિટેડના સીઇઓ અરુણ મિશ્રાએ આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં.

આ પ્રસંગે લક્ષ્મીનારાયણ ચૌધરીએ જણાવ્યું હતું કે, ખેડૂતોની આવકને બમણી કરવાના વડા પ્રધાનના ઉદ્દેશ્યને અનુરૂપ એવી એનડીડીબીની વિકાસલક્ષી પહેલ દૂધઉત્પાદકોને પ્રોત્સાહિત કરશે અને તેમને તેમાં સામેલ કરશે. તેમને જરૂરી આર્થિક સ્થિતિ સ્થાપકતા પૂરી પાડશે. આ એમઓયુ થવાને કારણે વ્યાપકપણે સમગ્ર સંચાલનની સ્થિરતા અને વ્યવહાર્યતાને ઘ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશના દૂધ ઉત્પાદકોને બજાર સુધીની પહોંચ પ્રાપ્ત થઈ શકશે. બાયોગેસનો ઉપયોગ કરીને વારાણસી મિલ્ક યુનિયનના ડેરી પ્લાન્ટનું સંચાલન કરવું એ એક પથ-પ્રદર્શક નવીનીકરણ બની રહેશે. ટેકનોલોજી દ્વારા સંચાલિત આ વિશિષ્ટ પહેલ આખરે ગ્રામ્ય વિસ્તારોમાં સમૃદ્ધિ લાવશે.

આ પ્રસંગે એનડીડીબીના ચેરમેને વારાણસી મિલ્ક યુનિયનને તમામ જરૂરી સહાય પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું હતું, જેથી તે તેના સભ્યોને વધુ સારી રીતે સેવા પૂરી પાડી શકે. તેમણે જણાવ્યું હતું કે, ડેરી બૉર્ડના પ્રયત્નો વહીવટી પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવાના રહેશે, તે દૂધઉત્પાદકોને સારું મહેનતાણું પૂરું પાડવા પર ધ્યાન કેન્દ્રીત કરશે તથા વપરાશકર્તાઓને સલામત અને સ્વચ્છ પ્રવાહી દૂધ અને દૂધના ઉત્પાદનો પ્રાપ્ત થાય તેની ખાતરી કરશે.

અન્ય સમાચારો પણ છે...