તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિકા દ્વારા સર્વે:વર્ષોથી ટેક્ષ નહીં ભરતાં બાકીદારો સામે આણંદ પાલિકાની લાલ આંખ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 મહિનામાં તંત્રને ફકત 20 લાખ જેટલી આવક થઇ

આણંદ પાલિકામાં વેરાવસુલાતની ઢીલી નીતિના કારણે આજદીન સુધીમાં રૂ. 11 કરોડ ઉપરાંત વસુલાત ચોપડે બાકી બોલે છે. ત્યારે કોરોનાની બીજી લહેરમાં નવા માંગણા વર્ષ દરમિયાન ત્રણ મહિનામાં તંત્રને ફકત 20 લાખ જેટલી આવક થઇ છે.જો કે પાલિકા દ્વારા સર્વે કરીને વર્ષોથી મોટીરકમની ભરપાઇ નહીં કરતાં બાકીદારોના લિસ્ટ તૈયાર કરી તેઓની સામે તવાઇ કરી વેરા વસુલાત હાથ ધરવામાં આવશે.જો કે વારંવાર નોટિસો આપવા છતાંયે પરિણામ શુન્ય આવતું હોય છે.

આણંદ પાલિકાના સુત્રોએ જણાવેલ કે કોરોના કાળમાં 2020-21માં રૂપિયા 30 કરોડ વેરા વસુલાત બાકી પડતી હતી. જો કે માર્ચના અંત સુધીમાં 5 જેટલી ટીમો બનાવીને મિલકતો સીલ કરવામાં આવતાં તંત્રને 19 કરોડ જેટલી રકમની વેરા વસુલાત થઇ હતી.

પાલિકામાં 11 કરોડ ઉપરાંત વસુલાત બાકી
આણંદ પાલિકા ચાલુ માંગણા વર્ષ દરમિયાન રૂા. 11 કરોડ ઉપરાંત વસુલાત બાકી પડે છે. જેથી ટીમો બનાવીને આગામી સમયમાં મોટા બાકીદારો જે વર્ષોથી વેરા ભરપાઇ નહીં કરવામાં આવતાં તેઓની સામે લાલઆંખ કરીને વેરા વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. - ગૌરાંગ પટેલ, ચીફ ઓફિસર નગર પાલિકા આણંદ

અન્ય સમાચારો પણ છે...