હાલાકી:આણંદ પાલિકા દોઢ કરોડના ખર્ચે જૂની શાકમાર્કેટને નવી બનાવશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 10 વર્ષથી બિસ્માર હાલતમાં ફેરવાઈ ગઈ છે
  • જીવના જોખમે શાકભાજી વેચી રહેલા વેપારીઓ

આણંદ નગરપાલિકા વિસ્તારમાં આવેલી જૂની શાકમાર્કેટમાં મરામતના અભાવે છતના પોપડા ઉખડતાં હોય છે. ત્યારે આણંદ નગરપાલિકા તંત્ર દ્વારામરામતની કામગીરી હાથધરવામાં નહીં આવતાં શાકભાજીનું વેચાણ કરતાં વેપારીઓને જીવના જોખમે બેસવાનો વખત આવે છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં છતની દિવાલોની મરામતની કામગીરી હાથનહીં ધરવામાં આવતાં તાડપત્રી બાંધીને શાકભાજીનું વેચાણ કરવાની ફરજ પડી રહી છે. કેટલીક વખત વેપારીઓને શાકભાજી લેવામાં આવતાં ગ્રાહકોના માથામાં પોપડપડતાં ઇજા થવાન બનાવો બન્યાં છે.

આખરે ફરિયાદોના પગલે આણંદ પાલિકાએ 2022-23ના બજેટમાં રૂ પિયા દોઢ કરોડના ખર્ચે નવીન શાકમાર્કેટ બનાવવાનો નિર્ણય કર્યો છે. પરંતુ તંત્ર દ્વારા આજદિન સુધી હાથધરવામાં નહી આવતાં અકસ્માત થવાનો ભય સત્તાવી રહ્યો છે.

આણંદ શહેરમાં 5 દાયક અગાઉ પથિક આશ્રમ સામે શાકભાજીના વેચાણ માટે શાકમાર્કેટ બનાવવામાં આવ્યું હતું. પરંતુ પાલિકાની બેદરકારીને કારણે છેલ્લા એક દાયકાથી શાકમાર્કેટ બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયું છે. તે બાબતે વેપારીઓ વારંવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં કોઇ જ પગલાં લેવામાં આવ્યાં નથી. હાલમાં તો શાકમાર્કેટની 20 ફૂટની છત તુટી ગઇ છે.

ચોમાસામાં પાણી ટપકે છે. ગમે ત્યારે છતમાં પોપડા પડે છે. જેના કારણે 20 વધુ દુકાનોના વેપારીઓને જીવના જોખમે શાકભાજી વેચાણ કરવુંપડે છે. જે બાબતે વારંવાર વેપારીઓ રજૂઆત કરતાં આખરે 2022 -23 ના બજેટમાં રૂા 1.50 કરોડના ખર્ચે ગ્રાઉન્ડ ફલોર તથા ફર્સ્ટ ફલોર તોડીને નવો બનાવવાનો નિર્ણય કર્યો છે.જેથી વેપારી વર્ગને થોડી રાહત થશે.

અન્ય સમાચારો પણ છે...