તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:આણંદ નગરપાલિકાએ મહાકાળી મંદિર પાસે 9 મિલ્કતો સીલ કરી, સ્થળ પર વસુલાત કરાતાં 19 લાખની વેરા વસુલાત થઈ

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલ ખસેડવા R&B એ નાણાં ભરી દીધાં હોવા છતાં દૂર કરાતાં નથી

આણંદમાં ધણા સમયથી મિલ્કત વેરો ભરપાઈ નહીં કરનારા બાકીદારોને માર્ચ મહીનાના અંત સુધીમાં વેરો ભરપાઈ માટે તંત્ર દ્વારા નોટીસ ફટકારવામાં આવી હતી.ત્યારે નોટિસ આપવા છતાં 10 કરોડની વેરા વસુલાત બાકી પડતી હોઈ મિલ્કતો સીલ મારવાની ઝુંબેશ હાથ ધરાતાં બે દિવસમાં 9 જેટલી મિલ્કતો સીલ મારી દેવામાં આવી હતી.આખરે પાલિકાની ટીમોએ સ્થળ પર વસુલાત કરવામાં આવતાં 19 લાખની વેરા વસુલાતની આવક થઈ હતી. આમ શહેરમાં મિલ્કતો સીલ મારી દેવાની કાર્યવાહીના પગલે વર્ષોથી પાલિકામાં વેરો નહીં ભરતાં બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

​​​​​​​પાલિકાના સુત્રોએ જણાવેલ કે બાકી પડતો વેરા વસુલાત માટે 4 ટીમો બનાવી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.ત્યારે 3 હજાર ઉપરાંત બાકીદારોને ટેકસ સમયસર ભરપાઈ કરી દેવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી.રિક્ષાઓ મારફતે આણંદ શહેરમાં સોસાયટી વિસ્તારોમાં સુચનાઓ આપવામાં આવી હતી.આમ છતાં અનેક બાકીદારો દ્વારા ધણાં સમયથી વેરો ભરપાઈ કરવામા નહીં આવતા ઝુંબેશ હેઠળ ટીમોએ આક઼મક વલણ અપનાવી બે દિવસમાં લોટીયા ભાગોળ વિસ્તારમાં આવેલી મહાકાળી માતાજીના મદિર પાસે આવેલી દુકાનો સહિતની કુલ 9 દુકાનદારોની મિલ્કતો સીલ મારી દેવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો