તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના પોઝિટિવ:આણંદ નગરપાલિકાના પ્રમુખ રૂપલ પટેલને થયો કોરોના, કરમસદ હોસ્પિટલમાં સારવાર હેઠળ

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • છેલ્લા પાંચ દિવસમાં કોરોનાના 74 જેટલા કેસ સરકારી ચોપડે નોંધાયા
 • જિલ્લામાં કોરોના પોઝિટિવ આંકડો ત્રણ હજારને પાર

આણંદમાં કોરોનાનો રંગ ઘેરો થઈ રહ્યો છે. સામાન્ય નાગરિકોની જેમ જ બેપરવાહ અને બેફિકરાઈથી રાજકીય પ્રવૃત્તિમાં રત રાજકીય હસ્તીઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. તાજેતરમાં આણંદ સાંસદ મિતેષ પટેલ કોરોના સંક્રમિત હોઈ હોમકોરોન્ટાઇન થયા છે અને સારવાર લઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે આણંદ નગરપાલિકા પ્રમુખ રૂપલ પટેલ (દાલ)કોરોના સંક્રમિત થતા હડકંપ મચ્યો છે. તેમને સોશિયલ મીડિયા દ્વારા આ બાબતની જાણકારી આપતા છેલ્લા સપ્તાહથી તેમની નજીક રહેતા અને કામ કરતા કર્મચારીઓ અને કાર્યકરોમાં ભય વ્યાપ્યો છે.

આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણ તેજ રફતાર પકડી રહ્યુ છે. છેલ્લા 5 દિવસમાં 74 જેટલા કેસો સરકારી ચોપડે નોંધાયા છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ આંકડો ત્રણ હજાર 17ને આંબી ગયો છે. જોકે, જેમાં બે હજાર 892 નાગરિકો ડિસ્ચાર્જ થયા છે અને 17 દર્દીઓના મોત નોંધાયા છે. હાલ 108 દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લામાં હાલ વેક્સિનેશન અને ટેસ્ટિંગની કામગીરી વધારવામાં આવી છે.

મહત્વનું છે કે, ગત માસના આખર દિવસોમાં સામાન્ય ચૂંટણીઓને લઈ રાજકીય સભા અને ચૂંટણી પ્રચાર પ્રસાર તેમજ ચૂંટણી પરિણામો બાદ જિલ્લામાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક રીતે વેગ પકડી રહી છે. રાજકીય હસ્તીઓ દ્વારા સત્તાના કેફમાં કોવિડ ગાઈડલાઈનનો ધરાર ભંગ કરી રાજકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી. આ કારણે સામાન્ય નાગરિકો તો ભોગ બન્યા પરંતુ હવી રાજકીય હસ્તીઓ પણ કોરોનાના ઝપેટમાં આવવા લાગી છે. આણંદ સાંસદ મિતેષ પટેલ બાદ હવે ગઈકાલે સોશિયલ મીડિયા દ્વારા આણંદના નગરપાલિકાના પ્રમુખ રૂપલ વનિષભાઈ પટેલે પણ પોતે કોરોના સંક્રમિત હોવાનું જાહેર કર્યું છે.

આણંદ નગરપાલિકા પ્રમુખ રૂપલ પટેલે જણાવ્યું છે કે, કોરોનાના પ્રાથમિક લક્ષણો દેખાતા તેઓએ કોવીડ-19 RT-PCR ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યા હતા. જેથી તે સાવચેતીના ભાગરૂપે કરમસદ સ્થિત શ્રી કૃષ્ણહોસ્પિટલમાં દાખલ થયા છે અને સારવાર લઈ રહયા છે. તેમના સંપર્કમાં આવેલા દરેક વ્યક્તિને આરોગ્યની જાળવણી માટે તેમનો ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો