તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ રિઝલ્ટ:6 નગરપાલિકા, 8 તાલુકા પંચાયતમાં ભાજપની જીત; સિહોલમાં ઈવીએમ ખોટકાતાં પરિણામ પેન્ડિંગ

આણંદએક મહિનો પહેલા

આણંદ જિલ્લા અને 8 તાલુકા પંચાયત તેમજ 6 નગરપાલિકાની કુલ 451 બેઠકો પૈકી 294 બેઠકો ઉપર ભાજપે જીત મેળવી છે. આપ પાર્ટીએ ચરોતરમાં પગરણ માંડ્યા છે.આપ પાર્ટીએ 85 ઉમેદવારો ઉભા રાખ્યા હતા જેમાંથી 7 ઉમેદવારો જીત મેળવી છે.જેમાં 1 બોરસદ ,5 પેટલાદ ,1 ખંભાત માં વિજય હાંસલ કર્યો

મહત્વનું છે કે એનસીપી 2 આણંદ તાલુકા પંચાયત અને 2 ઉમરેઠ નગરપાલિકામાં જીત મેળવી છે. જે નવી સવી આપ પાર્ટી કરતા પણ ઓછી છે. કુલ 451 બેઠકો પૈકી 294 બેઠકો ઉપર ભાજપે જીત મેળવી છે. આણંદ જિલ્લામાં આ ઐતિહાસિક વિજયમાં રામનામ જ રણનીતિ રહી છે. જનતાએ લોકલ સમસ્યા કે પ્રશ્નો અને ભ્રષ્ટાચાર કે મોંઘવારીના મુદ્દે નહિ પરંતુ રામ મંદિર ,કલમ 370,અને રાષ્ટ્રીય મુદ્દા ઉપર ભાજપની રાષ્ટ્રનીતિ ને મહોર મારી હોવાનું અનુમાન જિલ્લાના રાજકીય પંડિતો લગાવી રહ્યા છે. કોંગ્રેસની કારમી હારને લઈ કોંગ્રેસ ખેમાંના ખડતલ રાજકીય ખેલાડીની ખીલ્લી ઉડી રહી છે.

ભાજપના ઉમેદવારો પોતાના વોર્ડમાં અને નગરમાં વિજય ઝુલુસ લઈને નીકળ્યા છે. ભાજપ કાર્યાલયે ભાજપ જિલ્લા પ્રમુખ અને હોદ્દેદારોએ જીતનો જશ્ન મનાવ્યો હતો .આતશબાજી અને પરસ્પર મીઠાઈ ખવડાવી જીતની વધામણી આપી હતી.

મહત્વનું છે કે આણંદના વોર્ડ-13 માં ભાજપ ના પ્રથમ પૂર્વ નગરપાલિકા પ્રમુખ બીપીનભાઈ પટેલ અને વોર્ડ-2 માં કોંગ્રેસ આણંદ શહેર પ્રમુખ અલ્પેશ પઢીયાર હાર્યા છે. આણંદ વોર્ડ-6 માં જનસંધી આગેવાન ઘનશ્યામભાઈ ખત્રીના ભત્રીજા હરીશભાઈ ખુહા(ખત્રી વકીલ)હાર્યા છે.રાજકારણના ખેલમાં વોર્ડ 6 માં સિંધી સમાજનું પ્રતિનિધિત્વ જ ન રહયુ.

પેટલાદ ના ધારાસભ્ય નિરંજનભાઈ પટેલ વોર્ડ 3 અને 5 માં ઉભા રહ્યા હતા.તેમનો દિકરો સૌરભ પટેલ વોર્ડ-2 માંથી હાર્યા છે. સોજીત્રા કોંગ્રેસ ધારાસભ્ય પુનમભાઈ પરમારના દિકરો વિજય પરમાર તારાપુર તાલુકા પંચાયત ની મોરજ બેઠક ઉપરથી હાર્યા છે. સોજીત્રા કોંગ્રેસ ધારાસભ્ય પૂનમભાઈ પરમારનો ભત્રીજો નિકુલસિંહ પરમાર તારાપુર જિલ્લા પંચાયત બેઠક ઉપર થી હાર્યા છે.

કોંગ્રેસ અગ્રણી અને અમૂલ ડેરી ડિરેકટર ચંદુભાઈ માધાભાઈ પરમાર ના પૂત્રવધુ ભવિષાબેન તુષારકુમાર પરમાર તારાપુર તાલુકા પંચાયત બેઠક ઉપરથી હાર્યા છે. વિજ્ઞાત્રી શાહ પ્રદેશ કોંગ્રેસ મંત્રી છે.જેઓ પંડોલી જિલ્લા પંચાયત બેઠક ઉપરથી હાર્યા છે. કોંગ્રેસના ગઢ ગણાતા આણંદ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે.આણંદ જિલ્લા પંચાયતમાં 42 માંથી 35 ભાજપ 7 કોંગ્રેસ બેઠકો જીતી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો