કાર્યવાહી:પશુપાલકોને થાપ આપવા માટે આણંદ પાલિકાએ ચાલ બદલી, રાત્રે ઢોર પકડાશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પશુપાલકોની ધમકીઓ વચ્ચે આણંદ પાલિકાએ 7 દિવસમાં 104 ગાયો પકડી
  • દિવસે​​​​​​​ ગાયો પકડવા જાય તો પશુપાલકો ગાયોને ભગાડી મૂકી બબાલ કરે છે

હાઇકોર્ટના આદેશ બાદ આણંદ નગરપાલિકા શહેરમાં આતંક મચાવતી રખડી ગાયો પકડવાની ઝુંબેશ શરૂ કરી છે.ત્યારે 7 દિવસમાં 104 જેટલા ખેડતાં ઢોર પકડીને પાંજર પૂરી દેવામાં આવ્યાં છે.પશુપાલકો પાલિકાએ નિયત કરેલા દંડ મુજબ દંડ ભરવામાં નહીં આવે ત્યાં સુધી એક પણ ગાય છોડવામાં આવશે નહીં તેમ આણંદ પાલિકા નિર્ણય કર્યો છે.

બીજી તરફ ઢોર અબ્બા સમિતિના ચેરમેન મહેન્દ્રભાઇ સોલંકીને પશુપાલકો ટેલીફોનિકથી જાનથી મારી નાખવાની ધમકી આપવા છતાં ભયના ઓથાર હેઠળ ગુરવારે 2 ગાયો પકડીને ગણેશ ચોકડી પાંજર પુરી દીધી હતી જેના પગલે પશુપાલકોએ રખડી ગાયો પડકવા માટે રીતસરના ધમપછાડા કરી મુકાયા હતા.

આણંદ શહેરમાં પશુપાલકો રાત્રિના સમયે જાહેરમાર્ગનો પર ગયોને રખડી છોડી દેવામાં આવે છે.આથી ગાયો જાહેર માર્ગો પર અડંગો જમાવીને બેસી જતી હોવાથી વારંવાર અકસ્માતના બનાવો થતાં હતાં.જેને અટકાવવાના ભાગરૂપે આણંદ પાલિકાએ દિવસને બદલે રાત્રિના સમયે રખડી ગાયો પકડવાનો નિર્ણય કર્યો છે.

આ અંગે આણંદ નગરપાલિકાના ઢોર અબ્બા સમિતિના ચેરમેન મહેન્દ્ર સોલંકી(પોપટ)એ જણાવ્યું હતું કે, આણંદ નગરપાલિકા દ્વારા શુક્રવારથી રખડી ગાયો પકડવાનો સમય બદલવામાં આવ્યો છે. જો કે રખડી ગાયો પકડી વખતે પશુપાલકો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. કંતા ભયના ઓથાર હેઠળ જીવનના જોખમે પશુપાલકોની દાદાગીરી વચ્ચે અમારે રખડતી ગાયો પકડવાની ફરજ પડે છે.

અન્ય સમાચારો પણ છે...