ગાયો પકડવાની ઝુંબેશ:આણંદ પાલિકાએ બાકરોલથી 12 જેટલી ગાયો પકડી પાંજરે પુરી

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બપોર બાદ ગાયો પકડવાનું બંધ કરી દેતાં પશુપાલકો ફાવી ગયા

હાઇકોર્ટના આદેશ બાદ આણંદ નગરપાલિકાએ ટીમો બનાવીને શહેરમાં માર્ગો પર રખડતી ગાયો પકડવાની ઝુંબેશ હેઠળ આજે 12 જેટલી ગાયો પકડીને પુરી દેવામાં આવી છે.ત્યારે પશુપાલકોઓએ રખડતી ગાયો નહીં પકડવા માટે રીતસરના ધમપછાડા કરી મુકતા બપોરબાદ એકાએક રખડતી ગાયો પકડવાનું બંઘ કરી દેવાની ફરજ પડી હતી. જો કે પાલિકા એકાએક રખડતી ગાયો પકડવાનું બંધ કરી દેતાં માર્ગો પર ગાયો અડીંગો જમાવી દીધો હતો. જેના પગલે વાહનચાલકો હાલાકીઓનો ભોગ બનવાનો વખત આવ્યો હતો.

આણંદ નગરપાલિકાના ઢોર ડબ્બાં વિભાગના ચેરમેન મહેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે આણંદ શહેરમાં માર્ગો પર રકડતી ગાયો પકડવાની કામગીરી હાથધરવામાં આવતાં બાકરોલ રોડ પર સૌથી વધુ ફરિયાદો આવતાં શનિવારે ટીમો બનાવીને 12 જેટલી ગાયો પકડીને પાંજરે પુરી દેવામાં આવી હતી. પરંતુ બપોરબાદ એકાએક રખડતી ગાયોને પકડવાનું બંધ કરી દેવાનું કારણ પુછવામાંઆવતાં માહિતી આપવાનો ઇન્કાર કર્યો હતો.આમ આણંદ પાલિકાએ શનિવારે સાંજે 5 કલાક બાદ રાત્રિના સમયે રખડતી ગાયો પકડવાની નિર્ણય કર્યો હતો.જે મુજબ એક પણ ગાય નહીં પકડતાં પશુપાલકો ફાવી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...