• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anand Municipal Corporation Will Crack Down On The Constructions Without Permission, Cash Will Be Collected Instead Of Demolishing The Illegal Constructions.

પાલિકાનો નિર્ણય:આણંદ પાલિકા અવકૂડાની મંજૂરી વગર થયેલા બાંધકામોમાં આકરણી કરાશે, ગેરકાયદે બાંધકામો તોડવાના બદલે રોકડી વસુલાશે

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગેરકાયદે મિલકતની આકારણી વસુલાતી ન હોવાથી પાલિકાને આર્થિક નુકશાન થતું હોવાનું ચીફઓફિસરનું રટણ
  • મિલ્કતોની ચતુવર્ષીય આકારણી માટે એજન્સી રોકી કામગીરી કરાવવા જરૂરી નિર્ણય લેવામાં આવશે

આણંદ નગરપાલિકાની ગત મંગળવારના રોજ યોજાયેલી સામાન્ય સભામાં આણંદ પાલિકા વિસ્તારમાં અવકૂડાની મંજૂરી વગર થયેલા બાંધકામોમાં આકરણી વસૂલવા થયેલો ઠરાવ નગરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અવકૂડાની મંજૂરી વગર થયેલા બાંધકામો તોડી પાડવાની વાત હોય ત્યાં આ બાંધકામની આકારણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે બાબતે નગરજનોમાં અને રાજકીય આલમમાં ચક્રવાત ઉભો કર્યો છે. જોકે, પાલિકા ચીફ ઓફિસર આ નિર્ણયને કાયદેસર પ્રક્રિયા ગણાવી રહ્યા છે.

મિલકતોની આકારણી ન થવાને કારણે વેરો વસુલ થઇ શકતો નથી
આણંદ નગરપાલિકામાં મંગળવારના રોજ પ્રમુખ રૂપલબહેન વી. પટેલના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા ઠરાવ બે નંબર પર હતો. આ ઠરાવમાં પાલિકાએ ગેરકાયદે બાંધકામોમાં આકારણી લેવાનો નિર્ણય કર્યો હતો. આ ઠરાવ મુજબ, આણંદ નગરપાલિકા હદ વિસ્તાર તથા બાકરોલ ઝોન વિસ્તારમાં અવકુડાની પરવાનગી ન લેવાને કારણે નવી બનેલી સોસાયટીઓની મિલકતોની તથા નવા બનેલા મકાનો તેમજ જૂની મિલકતોના બાંધકામ વધારો કરવામાં આવે છે. આવી મિલકતોની આકારણી ન થવાને કારણે વેરો આકારી વસુલ થઇ શકતો નથી. જેના કારણે નગરપાલિકાને આર્થીક નુકશાન થતું હોવાથી સરકારના ઠરાવ મુજબ દર ચાર વર્ષે એરિયા બેઇઝ આધારીત ચતુવર્ષીય આકારણી કરવાની થાય તેમ હોઇ મિલકતની આકારણી માટે એજન્સી રોકી કામગીરી કરાવવા જરૂરી નિર્ણય લેવામાં આવશે.

ચીફ ઓફિસરનું નિવેદન
આ અંગે ચીફ ઓફિસર એસ.કે. ગરવાલે જણાવ્યું હતું કે, ગેરકાયદે બાંધકામોમાં આકારણી વસુલવાથી તે કાયદેસર થતી નથી. તેને કોઇ જાતનું રક્ષણ મળતું નથી. આ બાંધકામ જ્યાં સુધી ઉભુ છે, ત્યાં સુધી આકારણી વસુલી શકાય છે. જે પાલિકાની રૂટીન કામગીરી છે.

અન્ય સમાચારો પણ છે...