તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anand MP To Provide "Jan Arogya Rath" Facility, First Aid And Medicines Free Of Cost To Prevent Koro Infection In The District

સુવિધા:આણંદ સાંસદ દ્વારા જિલ્લામાં કોરોના સંક્રમણ રોકવા "જન આરોગ્ય રથ"ની સુવિધા ,પ્રાથમિક સારવાર અને દવાઓ નિઃશુલ્ક અપાશે

આણંદ3 મહિનો પહેલા
સાંસદ મિતેષ ભાઈ પટેલ દ્વારા 'જન આરોગ્ય રથ ' નો પ્રારંભ કરાશે
  • જે ગામોમાં કોરોના સંક્રમણ વધુ હશે ત્યાં કોરોના જાગૃતિ ,આરોગ્ય તપાસ,અને જરૂરી દવાઓ દર્દીઓને આપવામાં આવશે

આણંદ જિલ્લામાં કાળો કહેર વર્તાવી વિસ્તરતી જતી કોરોના સંક્રમણની ગતિ બેકાબુ બની રહી છે. પ્રતિદિન વધતી જતી સંક્રમિતોની સંખ્યા સરકારી તંત્રની સઘળી વ્યવસ્થાઓને અધૂરી સાબિત કરી રહયુ છે. આ વિકટ સંજોગોમાં ધાર્મિક ,સામાજિક સંસ્થાઓનો સહયોગ ઉભો થયો છે અને "મારું ગામ કોરોના મુક્ત "અભિયાનને લઈ ગ્રામ્ય કક્ષાએ પ્રાથમિક સુવિધાઓ ઉભી થઇ હોય સ્થાનિક સરકારી તંત્રને ટેકો મળી રહ્યો છે.

આણંદ જિલ્લામાં કોરોના સંક્રમિતો ની સેવા ,સારવાર અને સમજદારી માટે સાંસદ મિતેષભાઈ પટેલ દ્વારા શરૂ કરવામાં આવતા આ "જન આરોગ્ય રથ" ની જરૂરિયાત અને સુવિધાઓ સંદર્ભે તેઓએ જણાવ્યું હતું કે ગ્રામ્ય કક્ષાએ ફેલાતું કોરોનાનું સંક્રમણ અવરોધવા આ સેવા શરૂ કરી રહ્યા છે. આ જન આરોગ્ય રથમાં એક ડોકટર અને એક નર્સ રહેશે.પ્રતિદિન જિલ્લા તંત્ર સાથે ગ્રામ્ય સંક્રમણની સ્થિતિની માહિતી લઈ જ્યાં જે ગામોમાં કોરોના સંક્રમણ વધુ હશે ત્યાં કોરોના જાગૃતિ ,આરોગ્ય તપાસ,અને જરૂરી દવાઓ દર્દીઓને આપવામાં આવશે. આ જન આરોગ્ય રથનો ડોકટર ,નર્સ,દવાઓ સહિતની તમામ સેવા સ્વખર્ચે જ કરવાના છીએ.

અન્ય સમાચારો પણ છે...