સાંસદની સાચી ઉજવણી:આણંદના સાંસદે દિવાળીની સવારે ગરીબોને ખુશીઓ વહેંચી, નગરપાલિકા પ્રમુખ અને સભ્યો પણ હાજર રહ્યા

આણંદએક મહિનો પહેલા
  • સાંસદ મિતેષ પટેલે આણંદની મહાવીર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં દિવાળીની ઉજવણી કરી

આણંદના સાંસદની સંવેદનશીલતા સમયે સમયે નજરે ચઢતી રહે છે. વાર તહેવાર અને પીડિત જનોની જરૂરીયાતના સમયે તેમની ઉપયોગીતા નાગરિક સમાજ સમક્ષ આવતી રહે છે. કોરોના કાળની તેમની સેવાઓ અને સક્રિયતાને આજે પણ રાજકીય સમીક્ષકો મોટી ઉપલબ્ધી ગણાવી રહ્યા છે. આજે દિવાળીના પ્રકાશપર્વની ઉજવણી તેઓ દ્વારા આણંદની મહાવીર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કરવામાં આવી હતી. અહીં તેઓએ ગરીબ બાળકોને ખુશીઓ વહેંચી દિવાળીની ઉજવણીની શરૂઆત કરી હતી.

આ અંગે સાંસદ મિતેષભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગત દિવાળીએ પ્રધાનમંત્રીના 'વોકલ ફોર લોકલ'ના નિર્દેશને લઈ આ વર્ષે રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા નિર્મિત 1000થી વધુ દિવડા અને લોકલ વેપારીઓ પાસેથી જ ચોકલેટની ખરીદી કરી આ ગરીબ પરિવારોના બાળકોમાં વહેંચી છે.જેથી આ બાળકો પણ પ્રકાશપર્વની ખુશીઓનો આનંદ માણી શકે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે આણંદ સાંસદની આ પહેલમાં આણંદ નગરપાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ અને પાલિકા ના સભ્ય સાથીઓ પણ જોડાયા હતા. આ વિસ્તારમાં સાંસદ આવતા દિવડા અને ચોકલેટ લેવા વિસ્તારના બાળકો અને મોટેરાઓ રીતસર ઘેરી વળ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...