તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંસદને કોરોના:આણંદના સાંસદ મિતેષ પટેલને કોરોના થયો, સોશિયલ મીડિયા દ્વારા આપી જાણકારી

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાંસદ મિતેષ પટેલ - Divya Bhaskar
સાંસદ મિતેષ પટેલ
  • હાલ મિતેષ પટેલ હોમકોરોન્ટાઇન થયા
  • છેલ્લા બે દિવસ દરમિયાન સંપર્કમાં આવેલા સૌને કાળજી રાખવા કહ્યું

ગુજરાતમાં ચૂંટણી બાદ કોરોનાનું સંક્રમણ ચક્રવાર્તી બની રહ્યુ છે. આણંદમાં પણ ભયાવહ સ્થિતિએ કોરોના કહેર પ્રસરી રહ્યો છે. સામાન્ય નાગરિકો સહિત રાજકીય આગેવાનો પણ કોરોના ઝપેટમાં આવી રહ્યા છે. પ્રતિદિન વધતા જતા કેસમાં આણંદના સાંસદ મિતેષ પટેલનું નામ ઉમેરાતા જિલ્લાના રાજકીય આગેવાનોમાં ફફડાટ વ્યાપ્યો છે. હાલ મિતેષ પટેલ હોમકોરોન્ટાઇન થયા છે.

રાજ્યમાં સામાન્ય ચૂંટણીના પરિણામો બાદ સતત વધતા જતા કોરોના સંક્રમણના કેસને લઈ નાગરિકોમાં ચિંતા અને ભય વ્યાપ્યો હતો. જિલ્લાના કેટલાક રાજકીય આગેવાનો અને ઉમેદવારોમાં કોરોના સંક્રમણના લક્ષણોમાં ઝડપાયાની છુપી ફરિયાદો ઉઠી હતી. જોકે, સમયસરની સારવાર અને હોમકોરોન્ટાઇન રહ્યા હોવાથી આ બાબત ચર્ચાનો મુદ્દો બની નહોતી.

સાંસદે સોશિયલ મીડિયા પર આપી જાણકારી
સાંસદે સોશિયલ મીડિયા પર આપી જાણકારી

આણંદ લોકસભા સાંસદ મિતેષઈ પટેલ કોરોના સંક્રમણથી ઘેરાયાની બાબતે તેમણે સોશિયલ મીડિયા મારફતે જાણકારી આપતા જિલ્લા ભાજપ આગેવાનો અને તેમની નજીક રહેતા કાર્યકરોમાં ફફડાટ વ્યાપ્યો છે. તેમણે પોતાની નજીક આવેલા તમામ નાગરિકો અને રાજકીય આગેવાનોને ઉદ્દેશી જણાવ્યું છે કે, 'કોરોનાના પ્રાથમિક લક્ષણો દેખાતા આજે કોવિડ-19 રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવ્યો છે, તથા RT-PCR ટેસ્ટ માટે સેમ્પલ આપ્યા છે. ડોક્ટરની સલાહ પ્રમાણે હોમ ક્વોરટાઈન થયો છું. છેલ્લા બે દિવસ દરમિયાન મારા સંપર્કમાં આવેલા સૌને કાળજી રાખવા તથા ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરૂં છું.'

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો