રજૂઆત:ટૂંક સમયમાં આણંદ મોડેલ સ્ટેશનની કામગીરી શરૂ કરાશે : રેલવે જીએમ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ રેલવે સ્ટેશનની મુલાકાત બાદ કાફલો ગોધરા જવા રવાના
  • ધારાસભ્ય સહિતના અગ્રણી દ્વારા પડતર પ્રશ્નો ઉકેલવા રજૂઆત

પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આણંદ રેલ્વે સ્ટેશન પર નિરીક્ષણ માટે આજે ટીમોના કાફલા સાથે આવ્યા હતા.તેમણે આણંદ ખાતે ટુંક સમયમાં મોડલ સ્ટેશન બનાવવાનું શરૂ કરી દેવાશે અને પડતર પ્રશ્નોનું ટુંક સમયમાં નિરાકરણ લાવવાની ખાતરી અાપી હતી.

ગુરુવારે અાણંદની મુલાકાતે અાવેલા પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર અમિતકુમાર મિશ્રએ સ્ટોલ્સની મુલાકાત લઇ બિલ અપાય છે કે કેમ તેની પૃચ્છા કરી હતી. દરમિયાન આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ, કાઉન્સિલર ભાવેશ સોલંકીઅે રેલ્વેના પડતર પ્રશ્નો અંગે રજૂઅાત કરી હતી કે આણંદ પરીખ ભુવન વિસ્તારના રહીશોને આણંદ રેલ્વે સ્ટેશન પર અવર જવર માટે હાલાકીઓનો ભોગ બનવુ પડે છે.

તેમજ જીવના જોખમે રેલ્વેના પાટા ઓળંગવા પડતા હોવાથી તંત્ર દ્વારા રેલ્વે ગોદી નજીક નવો ફુટબ્રિજ તૈયાર કરાય. રેલ્વે મંજુરી અાપે તો પાલિકા ખર્ચ સહિતનો સહયોગ અાપશે. રાવળાપુરા અને પેટલાદ સહિત જિલ્લામાં અધુરા રહેલા તમામ ઓવરબ્રિજની કામગીરી વહેલી તકે પુર્ણ કરવા સહિત આણંદ ખંભાત રેલ્વે લાઈન પર વહેલી તકે ઈલેક્ટ્રીક ટ્રેન દોડાવવા માટે રજુઆત કરવામાં આવી હતી. જીઅેમ દ્વારા નિરાકરણની ખાતરી અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...