કાર્યવાહી:આણંદ ખાણ ખનીજ વિભાગે રોયલ્ટી ચોરી કરતાં ત્રણ ડમ્પરો ડિટેઇન કર્યાં

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડમ્પરના માલિકોને નોટિસ ફટકારીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

આણંદ ખાણ ખનીજ વિભાગની ટીમોએ રોયલ્ટી ચોરી થતી અટકાવાના ભાગરૂપે ઉમરેઠ , ચિખોદરા ચોકડી પાસે રોયલ્ટી પાસ વિના હેરાફેરી કરતાં ત્રણ ડમ્પરો ઝડપી પાડયા હતા. ત્યારે ત્રણેય ડમ્પર સીઝ કરીને પોલીસ મથકે મુકાવી દઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ ખાણ ખનીજ વિભાગના સંકેતભાઇ સહિત કર્મચારીઓની ટીમોએ રાત્રિના સમયે ગેરકાયદે ખનીજ હેરાફેરી કરતાં તત્વોને ઝડપી પાડવા માટે ઉમરેઠ પંથકમાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા.

ત્યારે ઉમરેઠ નજીક વાહન ચેકીંગ દરમિયાન બે ડમ્પર અટકાવીને તલાસી લેતાં રોયલ્ટી પાસ નહી હોવા છતાં રેતીની ગેરકાયદે હેરાફેરી કરતાં હોવાનું માલુમ પડયું હતું. આથી ખાણ ખનીજ વિભાગે બે ડમ્પર કબજે લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે બીજી ટીમે ચિખોદરા પાસે એક ડમ્પરને અટકાવને તલાસી લેતાં તેમાં ઓવરલોડ કપચી ભરેલી મળી આવી હતી. જેથી ખાણ ખનીજ વિભાગ દ્વારા તેને ડિટેઇન કરીને સેવા સદનમાં મુકી દેવામાં આવ્યું હતુ. જયારે ત્રણેય ડમ્પરના માલિકોને નોટીસ ફટકારીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું તંત્રના સુત્રોએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...