આણંદ જીલ્લામાં ગેરકાયદે રેતી ખનનની પ્રવૃતિ અટકાવવા માટે ખાણ ખનીજ વિભાગની ટીમોએ ખંભોળજ પંથકમા વહેલી સવારે ચેકીંગ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. ત્યારે રાજપુરા પાસેથી પસાર થતાં 5 ડમ્પરને અટકાવીને તલાસી લેવામાં આવતા રોયલ્ટી પાસ વિના ઓવરલોડ રેતી ભરેલી મળી આવતા ટીમોએ 5 ડમ્પરો સહિત કુલ અઢી કરોડનો મુદામાલ જપ્ત કરીને ખંભોળજ પોલીસ મથકે મુકાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ આણંદ પંથકમાં અહિમા, ખંભોળજ અને વહેરાખાડી વિસ્તારમાં મોટા પ્રમાણમા ગેરકાયદે રેતીની હેરાફેરી થતી હોય છે.તેને અટકાવવા માટે આણંદ જિલ્લા ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઈન્સ્પેકટર સંકેત પટેલ, બાબુભાઇ સહિત ટીમોએ બુધવારે વહેલી સવારે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા.
ત્યારે રાજપુરા પાસે તેઓ વાહન ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામા આવતા નદીમાં રેતી ભરીને આવતાં 5 જેટલા ડમ્પરોને અટકાવીને તલાસી લેતા તેમાંથી ઓવરલોડ રેતી ભરેલી જોવા મળી હતી.જેથી આણંદ ખાણ ખનીજ વિભાગે 5 ડમ્પર અને રેતી કપચી સહિત કુલ 2.50 કરોડનો મુદામાલ કબજે લઇને જે તે ડમ્પરના માલિક નોટીસ ફટકારીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું આણંદ ખાણ ખનીજ વિભાગના સુત્રોએ જણાવ્યુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.