તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:સૌરાષ્ટ્રમાં વિજ સપ્લાય શરૂ કરવા આણંદ MGVCL 28 ટીમો રવાના

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાવાઝોડુને 15 દિવસ થયા છતાં હજુ પણ ગામોમાં અંધકાર

રાજ્યમાં તાઉતે વાવાઝોડુ ગયાને 15 દિવસ થઇ ગયા છતાં સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં હજુ પણ અંધકાર મય છે. ત્યારે આણંદ એમજીવીસીએલ દ્વારા વહીવટીતંત્રને સુચના મળતાં વધુ 28 ટીમો વહેલી સવારે રવાના કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ સૌરાષ્ટ્રના અનેક ગામડાં હજુ પણ વીજ સપ્લાય શરૂ થઇ શકયો નથી.જેના પગલે સ્થાનિક વિસ્તારના રહીશોને હાલાકીનો ભોગ બનવું પડે છે. સૌરાષ્ટ્રના ઉના ,ગીર,ગઢડા સહિત અનેક ગામડાઓમાં વીજ સપ્લાય શરૂ કરવા માટે આણંદ એમજીવીસીએલને ટીમો મોકલવા માટે આદેશ કરવામાં આવ્યા હતા.

આથી મંજૂરી મળતાની સાથે આણંદ એમજીવીસીએલ દ્વારા પેટલાદ,બોરસદ,ખંભાત સહિત આજુબાજુના જુદા જુદા ડિવીઝનોમાંથી 28 જેટલી ટીમો સૌરાષ્ટ્ર તરફ સલામતીના સાધનો સાથે રવાના કરવામાં આવ્યા હતા.વધુમાં એમજીવીસીએલના અધિકારી એમ.ડી.રાઠવાએ જણાવેલ કે આણંદ જીલ્લામાં પણ હજુ કેટલીક જગ્યાએ વિજ પોલ બદલીને મરામતની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે. આમ છતાંય પણ સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં વિજળી ચાલુ થઈ નહીં હોવાથી આણંદ જીલ્લામાંથી ટીમો રવાના કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...