તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લ્યો બોલો!:આણંદ મામલતદારને પ્રતિદિન 5 ‘કંકોતરી’ અરજીના રૂપમાં મળે છે

આણંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • આણંદ શહેર અને ગ્રામ્યમાંથી જ 3 મહિનામાં 424 લગ્ન માટે અરજી આવી

તાજેતરમાં રાજય સરકાર દ્વારા કોવિડ-19ની નવી ગાઈડલાઈન જાહેર કર્યા બાદ લગ્નનું આયોજન કરી રહેલા મોટાભાગના પરિવારજનો કોને સમારોહમાં હાજર રાખવા અને કોને ન રાખવા તે બાબતે ભારે મંૂઝવણનો સામનો કરી રહ્યા છે. ત્યારે આણંદ શહેર અને તાલુકામાં છેલ્લાં ત્રણ માસમાં 424 થી વધુ લગ્ન માટેની અરજીઓ મામલતદારને મળી છે. વધુમાં પ્રતિદિન ચારથી પાંચ કંકોતરી કચેરીઓને અરજીના રૂપમાં મળી રહી છે. અગાઉ 200 માણસની મંજૂરી બાદ થોડાં સમયમાં જ 100 માણસ હાજર રહી શકે તેવી ગાઈડલાઈન જારી કરાતા લોકોમાં મૂંઝવણ વધી છે.

એનઆરઆઈ હબ ગણાતા ચરોતરમાં સામાન્ય રીતે ડિસેમ્બર મહિનો આવે એટલે લગ્નસરાની મૌસમ જામે એમ કહેવાતું. જોકે, કોરોના સંક્રમણ વચ્ચે ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે હજુ પણ લગ્નસરાની સીઝન જામી નથી ડિસેમ્બર મહિનાને આડે હાલ ગણતરીના દિવસો બાકી છે ત્યારે સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા મોટાભાગના લોકો મંજૂરી મેળવવા મામલતદાર કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. એક માહિતી અનુસાર,આણંદ શહેરમાંથી અત્યાર સુધીમાં કુલ 136 ઉપરાંત અને આણંદ ગ્રામ્યમાંથી કુલ 288 લોકોએ લગ્નનાં આયોજન માટે સરકારી કચેરીઓમાં મંજૂરી માંગી છે. કોવિડ-19 ની નવી સૂચના મૂજબ લગ્નપ્રસંગ, સગાઈ સહિતના સામાજિક પ્રસંગોમાં બંન્ને પક્ષોના મળી કુલ 100 વ્યક્તિને ઉપસ્થિત રહેવાનો ઉલ્લેખ કરાયો છે ત્યારે કોને હાજર રાખવા તે બાબતે લોકો મુંઝવણમાં મુકાયા છે.

લગ્નમાં આવનાર તમામની યાદી આપવાની હોય છે
રાજય સરકારની નવી ગાઈડ લાઈન મુજબ લગ્ન પ્રસંગે કુલ 100 વ્યક્તિઓને ઉપસ્થિત રહેવાનું હોય છે. ત્યારે મામલતદાર કચેરીએથી મંજૂરી લેવામાં આઈડી પ્રુફ સાથેની અરજી આપવાની હોય છે. જેમાં અરજદારે સૌ પ્રથમ અરજી લખવાની હોય છે. અરજીમાં અરજદારનો ફોટો આઈડી આપવાનું હોય છે. ત્યારબાદ લગ્નમાં હાજર રહેનારા તમામ વ્યક્તિઓની નામ-સરનામા સાથેની યાદી આપવાની હોય છે. વર-વહુના આઈ ડી પ્રૂફ પણ અરજી સાથ સામેલ કરવાના હોય છે. ત્યાર બાદ તેને સ્થાનિક પોલીસના અભિપ્રાય માટે મોકલવામાં આવ્યા બાદ એક દિવસ બાદ મંજૂરી આપવામાં આવે છે. સામાન્ય રીતે ગાઈડલાઈનને અનુસરીને લગ્નું આયોજન કરવાનું કહીને તમામને મંજૂરી આપવામાં આવે છે. > કે. એમ. રાઠોડ, મામલતદાર, આણંદ શહેર,

આ વર્ષે જાન માટે એક પણ બસનું કોઇએ બુકિંગ કરાવ્યુ નથી
આણંદ ડેપોના મેનેજર અેસ.અેન.પાડે જણાવ્યું હતું કે, આણંદ અેસ.ટી.ડેપો દ્વારા લગ્ન પ્રસંગે જાનૈયાઆેને લઈ જવા માટે અલગથી અેસ.ટી.બસોની ફાળવણી કરવામાં આવતી હોય છે. જેનુ બુકીંગ દિવાળી બાદ શરૂ થઈ જતું હોય છે. પરંતુ ચાલુ વર્ષો કોરાનાની મહામારીના લઈને આ વખતે અત્યાર સુધીમાં કોઈ પણ બુિકંગ આવ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...