નશાનો વેપાર:આણંદ LCBએ એક્ષપ્રેસ હાઇવે ઉપરથી વિદેશી દારૂની મોટી ખેપ ઝડપી, 30 લાખનો મુદ્દામાલ કબ્જે

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી કે, વડોદરા - અમદાવાદ એક્સપેક્સ હાઇ વે ઉપર, મહિસાગર નદિના બ્રીજના છેડે આંકલાવડી સીમ વિસ્તાર આણંદ તરફની બાજુએ ટાટા કંપનીનું ઓપન ટેલર કન્ટેનર વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો ભરીને પસાર થઈ રહ્યું છે. જેની અંદર વિપુલ જથ્થામાં વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો ભરેલો છે.

બાતમીના આધારે કાર્યવાહી
એલસીબી પોલીસને મળેલ ચોક્કસ માહિતી ને આધારે આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આકલાવડી સીમ વિસ્તારમાં વાચમાં ગોઠવાઈ ગઈ હતી. તે દરમિયાન શંકાસ્પદ કન્ટેનર ટ્રેલર આવી ચઢતા પોલીસે તેને ઉભું રખાવ્યું હતું. શંકાના આધારે પોલીસે કન્ટેનર ટ્રેલર ને ખોલીને તપાસ કરતા અંદરથી વિપુલ માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જેની ગણતરી કરતાં અલગ અલગ કંપનીની થઈ કુલ 635 પેટીઓમાં 8760 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવેલ છે.જેની કિંમત રૂપિયા 20,78,148 નોંધવામાં આવી છે.

પોલીસે તપાસ હાથ ધરી
આ દરોડામાં ઝડપાયેલા બન્ને યુવકોના પોલીસે નામ ઠામ પૂછતા તેમણે મુલારામ ઉર્ફે મુકેશ ક્રિષ્ના લાલ (25)તથા બીજા એ પ્રેમકુમાર જૈનલાલ (24)બંને રહે, રાજસ્થાન હોવાનું જણાવ્યું હતું.પોલીસે વિદેશી દારૂ અને બીયરનો જથ્થો, બે મોબાઈલ ફોન તથા કન્ટેનર ટ્રેલર મળી કુલ રૂપિયા 30,91,148 નો મુદ્દા માલ જપ્ત કરી બંને ઈસમો વિરુદ્ધ પ્રોહીબીશની જુદી જુદી કલમો હેઠળ વાસદ પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...