તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:આણંદ એલસીબીએ ઝડપેલા લૂંટારૂઓએ ઘરફોડ ચોરીના 28 ગુના કબુલ્યા, કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કડક પૂછપરછ કરતાં આરોપીઓએ બે વર્ષ અગાઉના પણ ગુના કબૂલ્યા

આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચએ રવિવારની મોડી રાત્રે ખાસ ઓપરેશન હાથ ધરી બાતમીને આધારે 5 ખુંખાર લુંટારૂઓને પકડી પાડ્યાં હતા. આણંદમાં લૂંટ ધાડમાં સંડોવાયલી આ ખુંખાર ગેંગના 5 સાગરીતો પાસેથી છરો, ડંડા, લોખંડનું ખાતરીયું, આંટાવાળા લોખંડના સળીયાની નરાસ, બેટરી સહિતનો ઘાતક હથિયારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ગેંગના પકડાયેલા પાંચ સભ્યોની સઘન પુછપરછ હાથ ધરી હતી. જેને લઈ આ ગેંગે જિલ્લાની 28 જેટલી ચોરી અને ધાડના ગુના કબુલ્યા છે. પોલીસે આ ગેંગને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા 6 દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે.

આણંદ એલસીબીએ રવિવારની રાત્રે પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, જિલ્લામાં ઘરફોડ ચોરીના ગુના બનતા હોઇ અને આ ગુનામાં સંડોવાયેલા ઈસમો રાત્રિના ઘાતક હથિયાર લઇ નવા સરદાર પટેલ રાજમાર્ગ પર લક્ષ સર્કલથી એપીસી સર્કલ તરફ થઇ આસપાસની સોસાયટી તથા વિદ્યાનગરમાં ધાડ પાડવા માટે જશે. આ બાતમી મળતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એ. જાદવ સહિતની ટીમે મોડી રાત્રે વોચ ગોઠવી હતી. દરમિયાન મધરાતે પાંચ શખસ ચાલતા લક્ષ સર્કલ તરફથી આવતા હોય તે પૈકી બે શખસના હાથમાં લાકડાનો દંડો, એક ઇસમના હાથમાં લોખંડનો સળીયો હતો. એલસીબીની ટીમ સતર્ક બની ગઈ હતી સો ફુટ દુર આવતા જ પાંચેયને કોર્ડન કર્યાં હતાં. લુંટારું ગેંગ પણ પોલીસની હાજરી ભાપી જતાં તેઓએ ભાગવાની કોશીષ કરી હતી. પરંતુ પોલીસ જવાનોએ પીછો કરી પાંચેયને પકડી પાડ્યાં હતાં.

આ શખ્સોની તલાસી લેતાં છરો, ડંડા, લોખંડનું ખાતરીયું, આંટાવાળા લોખંડના સળીયાની નરાસ, બેટરી, રોકડ, મોબાઇલ સહિત રૂ.6200નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ પાંચેય સામે આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં આ ગેંગે 28 જેટલા ચોરી અને લૂંટફાટના ગુના કબુલ્યા છે.

મહત્વનું છે કે, આ ખૂંખાર આરોપીઓનો પુર્વ ઇતિહાસ અગાઉ મહેસાણા, હિંમ્મતનગર, ગાંધીનગર, દાહોદ, ગોધરા જીલ્લાના લુંટ-ધાડ, ઘરફોડ ચોરીઓના ગુનાઓમાં પકડાયેલા છે. તેમજ તેઓના ઉપર પકડ વોરંટ પણ ઇસ્યુ થયેલા છે. જેને લઈ આણંદ પોલીસ આ આરોપીઓને કોર્ટ રજૂ કરી રિમાન્ડની માગણી કરતા કોર્ટ દ્વારા 6 દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે. જે રિમાન્ડ દરમ્યાન આણંદ જિલ્લા તથા અન્ય જીલ્લાના લુંટ-ધાડ, ઘરફોડ ચોરીઓના બીજા વધુ ગુનાઓનો ભેદ ઉકેલાઇ શકે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

ગુનો કરવાની પદ્ધતિ

પોલીસ પૂછપરછ દ્વારા જણાવા મળ્યું કે, આ ખૂંખાર ગેંગ ચોરી અને લૂંટફાટ અંગે ખાસ પદ્ધતિએ કામ કરતી હતી. જે રાત્રીના સોસાયટી વિસ્તારમાં જઇ જે મકાનમાં બહાર તાળુ મારેલુ હોય તે બંધ મકાનને ટાર્ગેટ કરી ચોરીઓ કરે તેમજ સોસાયટીની આજુબાજુ ખેતર વિસ્તાર હોય ત્યાં સંધ્યાકાળથી છુપાઇ રહી મોડી રાત્રીના ચોરી કરે છે.

પકડાયેલા આરોપીના નામ

1) સોમલા જીથરા કટારા (રહે. કટારા ફળીયું, વડવા, ગરબાડા, દાહોદ)

2) રજપુત હરૂભાઈ ભાભોર (રહે. સરસોડા, વેઠ ફળીયું, સાહડા, ગરબાડા, દાહોદ)

3) રાજેશ ઉર્ફે બકો બાબુભાઈ માવી (રહે. તળાવ ફળીયું, વડવા, ગરબાડા, દાહોદ)

4) વિપુલ ઉર્ફે રમેશ રામસિંગ ભાભોર (રહે.નિશાળ ફળીયું, વડવા, ગરબાડા, દાહોદ)

5) મનુ ઉર્ફે મનીયો નરસિંહ ભાભોર (રહે. નિસાળ ફળીયું, વડવા, ગરબાડા, દાહોદ)

આરોપીઓએ કબુલાત કરેલા ગુનાઓ

(1) દસેક દિવસ અગાઉ લાંભવેલ ગામ હનુમાનજી મંદીર પહેલા રોડની જમણી સાઇડમા હરમાનપુરા તરફ જતા રોડ ઉપર આવેલ શ્રીજી ચરણ સોસાયટી મકાન નં.25 માંથી ચોરી કરેલી.

(2) પંદરેક દિવસ ઉપર કરમસદ સંદેસર રોડ પ્રાંજલ રેસીડન્સી મકાન નં.36 તથા 103માં ચોરી કરેલી.

(3) એકાદ મહીના ઉપર સંદેસર ગામ નજીક આવેલા પ્રાર્થના એન્કલેવ મકાન નં.બી/24 માંથી ચોરી કરેલી.

(4) ત્રણેક મહીના અગાઉ વિધ્યાનગર પંચાયત ઓફીસ નજીક આવેલી યમુનાપાર્ક સોસાયટીમા ચોરી કરવા ગયેલા તે દરમ્યાન બાજુવાળા બહાર નીકળતા તેઓને માર મારી ચોરી કરેલી.

(5) ચારેક માસ અગાઉ બાવીસ ગામ સ્કુલ નજીક આવેલી દિવ્ય આંગન સોસાયટી મકાન નં.11-બી માં ચોરી કરેલી છે.

(6) સાડા ત્રણેક મહીના ઉપર દિવ્ય આંગન સોસાયટી મકાન નં.11-એ માં ચોરી કરેલી.

(7) છ એક મહીના ઉપર સોજીત્રા ગામે માર્બલ ફેકટરીના માલીકના બંગ્લામાં ચોરીના કરેલી.

(8) છ મહીના ઉપર સાંગોડપુરા મંજુરી પાર્ક સોસા. મકાન નં.9માં ચોરી કરેલી.

(9) ઉત્તરાયણની રાત્રીના ધોળાકુવા ચોકડી નજીક આવેલી સાંઇ શિવ રેસીડેન્સી મકાન નં.10,12-એ, 14,21 ચાર મકાનો તોડી ચોરી કરેલી.

(10) ઉત્તરાયણની રાત્રીના બાકરોલ રોડ નજીક આર્ચીડ -45 સોસાયટી મકાન નં.45, બીમાં ચોરી કરેલી.

(11) જાન્યુઆરી મહીનામા વિનુકાકા માર્ગ રોડ ઉપર એ-વન અંજનીય બંગલોઝમાં બે મકાનોમાં ચોરી કરેલી.

(12) છએક માસ ઉપર બાકરોલ વડતાલ રોડ ઉપર આવેલી ગ્રીન એક્ઝોટીકા સોસાયટી મકાન નં.5માં ચોરી કરેલી.

(13) ગયા શિયાળામાં રાત્રીના બાકરોલ લાંભવેલ રોડ ઉપર હરીઓમ નગર સ્મશાન સામે આવેલા વૈકુંઠ બંગલોઝ મકાન નં.5 માંથી કરેલી.

(14) ગયા શિયાળામાં રાત્રીના વૈકુંઠ બંગલોઝની પાછળ આવેલી સૌરમ્ય સોસાયટીમાં મકાન નં.4 માં ચોરી કરવા જતા વોચમેન જાગી જતા તેની સાથે માથાકુટ કરી માર મારી લુંટ કરેલી.

(15) ગયા શિયાળામાં રાત્રીના વડતાલ રોડ ઉપર મેપલ એવન્યુ મકાન નં.42 માંથી ચોરી કરેલી.

(16) ગયા શિયાળાની રાત્રીના બાકરોલ વડતાલ રોડ ઉપર કાંસની બાજુમા આવેલી સાંઇ નિવાસ સોસાયટીમાં મકાન નં.4,7,19,23,26 તેમજ એક માસ અગાઉ મકાન નં.23,26માં ચોરી કરેલી.

(17) ગયા શિયાળાની રાત્રીના કાંસ ઉપરની છેલ્લી સાંઇ સુષ્ટ્રી સોસાયટીમાં મકાન નં.૧૦,૧૮ ચોરી કરેલી જે દરમ્યાન વોયમેન જાગી જતા પથ્થર મારેલા.

(18) ગયા શિયાળામાં રાત્રીના બાકરોલ વડતાલ રોડ ઉપર વોક વે તળાવ સામે રાધે રેસીડેન્સીમાં મકાન નં.50 માંથી ચોરી કરેલી.

(19) ગઇ હોળીના થોડા દિવસ અગાઉ વિનુકાકા માર્ગ ઉપર આવેલ શાલીગ્રામ સોસાયટી નજીક રોયલ શારદા મણી સોસાયટીમાં મકાન નં.7 માં હોળી ના થોડા દિવસ અગાઉ ચોરી કરેલી.

(20) દસેક મહીના અગાઉ કરમસદ રેલ્વે સ્ટેશન રોડ ઉત્તમ બી રેસીડન્સી મકાન નં.22માંથી ચોરી કરેલી.

(21) રક્ષાબંધનની રાત્રીના ધોળાકુવા સીમમાં શિવ નમઃ-01 સોસાયટી મકાન નં.26માં તેમજ તેના વીસેક દિવસ બાદ પણ આજ મકાનમાં ચોરી કરેલી.

(22) ગયા ચોમાસામાં વિધ્યાનગર કરમસદ રોડ શુકન પાર્ક સોસા, મકાન નં.8 માં ચોરી કરેલી.

(23) એકાદ વર્ષ ઉપર ગાના રોડ ઉપર પુષ્પક વિલા બંગ્લોઝ મકાન નં.10 માંથી ચોરી કરેલી.

(24) દોઢેક વર્ષ પહેલા બાકરોલ વડતાલ રોડ આવેલ તુલસી ટાઉનશીપ મકાન નં.32માં તેમજ અઢી વર્ષ અગાઉ મકાન નં.19માં ચોરી કરેલી.

(25) દોઢેક વર્ષ ઉપર કરમસદ ગાના રોડ પુજન સોસા. મકાન નં.1માંથી ચોરી કરેલી.

(26) બે વર્ષ ઉપર રામભાઇકાકા માર્ગ ઉપર આવેલ શાલીગ્રામ સોસાયટી મકાન નં.55માંથી ચોરી કરેલી. તેમજ આ અગાઉ આજ સોસાયટી મકાન નં.73,32,56 માં પણ ચોરી કરેલી.

(27) બે વર્ષ પહેલા નવરાત્રી દરમ્યાન વિનુકાકા માર્ગ ઉપર આવેલ ધરમી બંગલોઝ મકાન નં.11માં ચોરી કરેલી તેમજ સન 2018માં આજ સોસાયટીમાં મકાન નં.4-બીમાં ચોરી કરેલી.

(28) અઢી વર્ષ ઉપર શિયાળો પુરો થતા કરમસદ સંદેસર ચોકડી નજીક રાધેઉપવન સોસા.મકાન નં.12-ડીમાંથી ચોરી કરેલી.

મહત્વનું છે કે, આણંદમાં ચોરી અને લૂંટફાટનો સિલસિલો અટકાવવા મહત્વની કામગીરી કરનાર પોલીસ કર્મીઓની કામગીરી પ્રજામાં પ્રશંસા પામી રહી છે. આ કામગીરીમાં કે.જી.ચૌધરી પો.ઇન્સ. એલ.સી.બી. આણંદના દિશા નિર્દેશ મુજબ પી.એ.જાદવ, પો.સ.ઇ., એલ.સી,બી, તથા પી.બી.જાદવ, ઇ.પો.ઇન્સ, બોરસદ રૂરલ આગેવાની હેઠળ એ.એસ.આઇ. સંજયકુમાર, મનુભાઇ, વસંતગીરી, હે.કો. હિતેષકુમાર, અજયસિંહ, અનિરૂધ્ધસિંહ, જાલમસિંહ, સંદીપકુમાર, રફીકભાઇ, પ્રમેશકુમાર, રણધીરસિંહ, અખ્તરહુસેન, હેમંતકુમાર, પો.કો. મયુરધ્વજસિંહ, કિરણભાઇ, બહાદુરભાઇ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...