તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:આણંદ એલસીબી પોલીસે મોડી રાત્રે ઘાતક હથિયારો સાથે ધાડપાડું ગેંગના પાંચ લુંટારૂઓને દબોચી લીધા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • પૂછપરછમાં અનેક ગુના ઉકેલાય તેવી શક્યતા

આણંદ શહેરમાં બંધ મકાનને નિશાન બનાવી ચોરી, લૂંટ અને ધાડ પાડતી ગેંગને એલસીબીએ કુનેહ પુર્વક ઝડપી પાડી હતી. આ ગેંગ પાસેથી પોલીસે ઘાતક હથિયારો કબજે કર્યાં છે અને આ ગેંગના પકડાયેલા પાંચ સભ્યોની પુછપરછ ચાલી રહી છે. જેને પગલે અનેક ચોરી અને ધાડના ગુના ઉકેલાય તેવી શક્યતા જોવા મળી રહી છે.

આણંદ એલસીબી રવિવારની રાત્રે પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, જિલ્લામાં ઘરફોડ ચોરીના ગુના બનતા હોઇ અને આ ગુનામાં સંડોવાયેલા ઈસમો રાત્રિના ઘાતક હથિયાર લઇ નવા સરદાર પટેલ રાજમાર્ગ પર લક્ષ સર્કલથી એપીસી સર્કલ તરફ થઇ આસપાસની સોસાયટી તથા વિદ્યાનગરમાં ધાડ પાડવા માટે જશે. આ બાતમી મળતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એ. જાદવ સહિતની ટીમે મોડી રાત્રે વોચ ગોઠવી હતી.

આ વોચ દરમિયાન મધરાતે પાંચ શખસ ચાલતા લક્ષ સર્કલ તરફથી આવતા હોય તે પૈકી બે શખસના હાથમાં લાકડાનો દંડો, એક ઇસમના હાથમાં લોખંડનો સળીયો હતો. એલસીબીની ટીમ સતર્ક બની ગઈ હતી સો ફુટ દુર આવતા જ પાંચેયને કોર્ડન કર્યાં હતાં. લુંટારું ગેંગ પણ પોલીસની હાજરી જાણી જતાં ભાગવાની કોશીષ કરી હતી. પરંતુ પોલીસ જવાનોએ પીછો કરી પાંચેયને પકડી પાડ્યાં હતાં.

આ શખ્સોની તલાસી લેતાં છરો, ડંડા, લોખંડનું ખાતરીયું, આંટાવાળા લોખંડના સળીયાની નરાસ, બેટરી, રોકડ, મોબાઇલ સહિત રૂ.6200નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ પાંચેય સામે આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આદિવાસી ગેંગમાં કોણ કોણ પકડાયું?
સોમલા જીથરા કટારા (રહે. કટારા ફળીયું, વડવા, ગરબાડા, દાહોદ)
રજપુત હરૂભાઈ ભાભોર (રહે. સરસોડા, વેઠ ફળીયું, સાહડા, ગરબાડા, દાહોદ)
રાજેશ ઉર્ફે બકો બાબુભાઈ માવી (રહે. તળાવ ફળીયું, વડવા, ગરબાડા, દાહોદ)
વિપુલ ઉર્ફે રમેશ રામસિંગ ભાભોર (રહે.નિશાળ ફળીયું, વડવા, ગરબાડા, દાહોદ)
મનુ ઉર્ફે મનીયો નરસિંહ ભાભોર (રહે. નિસાળ ફળીયું, વડવા, ગરબાડા, દાહોદ)

મહત્વનું છે કે, આણંદ એલસીબીએ ખુંખાર ગેંગને પકડવા ખાસ વ્યૂહ રચના ગોઠવી હતી. બે પંચના માણસોને સાથે રાખી નવા સરદાર પટેલ રાજમાર્ગ રોડ પર આવેલા લક્ષ સર્કલથી પુર્વ તરફ કેજીએન ટાયર સર્વિસના છાપરામાં હેડ કોન્સ્ટેબલ રફિકભાઈ ગનીભાઈ, કોન્સ્ટેબલ બહાદુરભાઈ નવઘણભાઈ, જીએચ પટેલ કોલેજ તરફ જવાના કોર્નર પાસે વરંડા ઓથે હેડ કોન્સ્ટેબલ પ્રમેશકુમાર ગુલસિંગભાઈ, હેડ કોન્સ્ટેબલ સંદીપકુમાર વેલાભાઈ તથા એપીસી સર્કલ તરફ જતા રોડની પુર્વ તરફ કપચી તથા રેતીના ઢગલાની ઓથે હેડ કોન્સ્ટેબલ અજયસિંહ હિંમતસિંહ, હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ વજેસિંહ તથા રોડની પશ્ચિમે ઇપ્કોવાલા હોલનું બાંધકામ ચાલતું હોય ત્યાં લીમડાના ઝાડના ઓથામાં સંજયસિંહ તથા હેડ કોન્સ્ટેબલ જાલમસિંહ મયુરસિંહ, હેડ કોન્સ્ટેબલ અખ્તરહુસેન યુસુફમીયાં, પંચના માણસો સાથે એક બીજાના સંકલનમાં રસ્તે અવર જવર કરતા લોકોને દેખાય નહીં તે રીતે સંતાઇને વોચમાં બેટરી તથા દંડા સાથે ગોઠવાઇ ગયાં હતાં.

આ ઉપરાંત એલસીબીએ પકડી પાડેલી આદીવાસી ગેંગના ભયંકર ઝનુની અને ચોરી કરતી વખતે મકાન માલીક પ્રતિકાર કરે તો તેમની ઉપર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડે છે અથવા હત્યા કરતા પણ ખચકાતા નથી. આથી, આ તમામ શખસોની સઘન પુછપરછ હાથ ધરવામાં આવી છે. જે પુછપરછ દરમિયાન જિલ્લામાં લૂંટ અને હત્યાના અનેક ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.

આણંદમાં ઝડપાયેલ ગેંગ લૂંટની રણનીતિ નક્કી કરી ને ધાડ કરવાની યોજના કરે છે. લુંટારૂ ગેંગ ચોરી ,લૂંટ કરવા ખાસ રજાના દિવસો પસંદ કરે છે. જાહેર રજા અને તહેવારના દિવસોમાં લોકો ઘર બંધ કરી બહાર ગામ ફરવા જાય છે. આવા બંધ મકાનને નિશાન બનાવી ધાડ પાડે છે. હાલ તેઓની સઘન પુછપરછ ચાલી રહી છે અને અનેક ગુના ઉકેલાય તેવી શક્યતા જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...