પહેલ:વધી રહેલા જીવલેણ રોગોને લઈ આણંદ કૃષિ યુનિવર્સિટીએ દેશમાં પ્રથમ વખત ઓર્ગેનીક ખેતીનો અનુસ્નાતક કોર્સ શરૂ કર્યો

આણંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ બેચમાં છ વિદ્યાર્થીઓએ ઓર્ગેનિક વિષય ઉપર માસ્ટર ડિગ્રી માટે અભ્યાસ શરૂ કર્યો
  • ઓર્ગેનીક ખેતી વિષે સંશોધન થઇ શકે તે માટે વૈજ્ઞાનિકો તૈયાર કરવા આ કોર્સ શરૂ કરવામાં આવ્યો

આણંદ કૃષિ યુનિવર્સિટીએ ચાલુ વરસે ઓર્ગેનીક ખેતી પર અનુસ્નાતક કક્ષાનો કોર્સ શરૂ કર્યો છે. હાલમાં કેન્સર સહિત વધી રહેલા જીવલેણ રોગોને લઈ રાસાયણિક ઉત્પાદનોની તુલનાએ વધી રહેલા ઓર્ગેનિક ઉત્પાદનની માંગને પગલે ઓર્ગેનીક ખેતીનું મહત્વ વધી રહ્યું છે. ભવિષ્યમાં આ ક્ષેત્રે નિષ્ણાતોની જરૂરિયાત ઉભી થશે. ગ્રાહકોમાં ઓર્ગેનિક ખેત પેદાશોની માંગ વધતા સારી રોજગારી તેમજ આવક પણ નિર્માણ થશે. જેના પગલે ખેડૂતોને પુરતુ માર્ગદર્શન મળી રહે અને ઓર્ગેનીક ખેતી વિષે સંશોધન થઇ શકે તે માટે વૈજ્ઞાનિકો તૈયાર કરવા આ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે.

આ સંદર્ભે ગુજરાત ઓર્ગેનીક કૃષિ યુનિવર્સિટી અને આણંદ કૃષિ યુનિવર્સિટી વચ્ચે એમઓયુ કરવામાં આવ્યાં છે. જે એમઓયુ અંતર્ગત પ્રથમ બેચમાં છ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. આણંદ કૃષિ યુનિવર્સિટી અને ગુજરાત ઓર્ગેનિક યુનિવર્સિટી વચ્ચે થયેલા એમઓયુ અંતર્ગત કૃષિમાં શિક્ષણ, સંશોધન અને વિસ્તકરણ પ્રવૃત્તિઓમાં સુચારૂં આદાન-પ્રદાન, કૃષિ નિષ્ણાંતોની સેવા, બન્નેચ યુનિવર્સિટી વચ્ચેસ ફેકલ્ટી ડેવલોપમેન્ટર અને ઇમ્પ્રુ વમેન્ટં કાર્યક્રમ ઉપરાંત શૈક્ષણિક સંશોધન માટે ઉપલબ્ધઅ ઇન્ફ્રાસસ્ટ્રંકચર વપરાશ જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક વરસોથી હરિયાળી ક્રાંતિ અંતર્ગત રાસાયણીક ખાતરોનો ભરપુર ઉપયોગ થઇ રહ્યો છે. કેટલાક વિસ્તારમાં જરૂરિયાત કરતાં પણ દસ ગણો વધુ ઉપયોગ થઈ રહ્યો છે. આ ખાતરોના ઉપયોગથી કેન્સર સહિત વિવિધ જીવલેણ બિમારીઓ વધી રહી છે. આથી, ઓર્ગેનીક ખેતી પર ભાર મુકવામાં આવ્યો છે. જોકે, હજુ મોટા ભાગના ખેડૂતો આ ઓર્ગેનીક ખેતીથી દુર છે. જેમને પુરેપુરી માહિતી મળી રહે અને તેમને નડતા પ્રશ્નોનું સમાધાન થાય તે માટે નિષ્ણાંતોની જરૂર વધી છે.

જેના પગલે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા હવે ઓર્ગેનીક ખેતી પર માસ્ટર ડિગ્રીનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. હાલ પ્રથમ બેચમાં છ વિદ્યાર્થીઓ જોડાયાં છે. જેમાં હોર્ટીકલ્ચરમાં બે અને એગ્રીકલ્ચરમાં ચાર વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. આ પ્રસંગે બંને યુનિવર્સિટીના સંશોધન નિયામકો, કુલસચિવો, આણંદ ખાતેની બં.અ. કૃષિ મહાવિદ્યાલય તેમજ બાગાયત કોલેજના ડીન તેમજ એગ્રોનોમી અને બાગાયત વિભાગના પ્રાધ્યા પક અને વડાઓ ઉપસ્થિનત રહ્યા હતા.પર્યાવરણમાં રસ ધરાવતા વ્યક્તિને પણ પ્રોત્સાહન મળશે.

આ અંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. કે. બી. કથીરીયાએ જણાવ્યું હતુ કે, ગુજરાતના કૃષિ સ્નાગતકો, કૃષિકારો, પશુપાલકો અને પર્યાવરણમાં રસ ધરાવતા સર્વેને ખૂબજ પ્રોત્સા હન મળશે, તેટલું જ નહીં પણ આગામી સમયમાં તંદુરસ્તિ માનવ સમાજનું ઘડતર કરવામાં મોટું પરિબળ બની રહેશે. આ કરાર થવાથી આણંદ કૃષિ યુનિવર્સિટી ગર્વ અને આનંદની લાગણી અનુભવી રહી છે.

જૈવિક સંશોધનો કરવામાં સરળતા રહેશે

આ અંગે ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલચર યુનિવર્સિટીના કુલપતિ ડો. બી. આર. શાહે જણાવ્યું હતું કે, આણંદ કૃષિ યુનિવર્સિટીના સહયોગથી સજીવ ખેતી સાથે એગ્રોનોમી તથા બાગાયત વિષયમાં અનુસ્નાીતક શિક્ષણને વેગ મળશે. આ ક્ષેત્રમાં રસ ધરાવતા વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે અને કૃષિ નિષ્ણાતોની સેવા ઉપલબ્ધી થવાથી જૈવિક સંશોધનો સરળતાથી હાથ ધરી શકાશે. આ એમઓયુ સંદર્ભે આણંદ કૃષિ યુનિવર્સિટી પ્રતિ આભારની લાગણી વ્યજકત કરૂં છું.

શા માટે એમઓયુ કરાયાં?

રાજ્ય સરકાર દ્વારા એશિયાની પ્રથમ ઓર્ગેનીક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી તાજેતરમાં જ સ્થાપવામાં આવી છે. હાલ આ યુનિવર્સિટીમાં અનેક પ્રકારના માળખાકીય સુવિધા નિર્માણની પ્રક્રિયા ચાલી રહે છે. આ તબક્કે શિક્ષણ માટે નિષ્ણાંત પ્રોફેસરની કમી વર્તાઇ રહી છે. બીજી તરફ આણંદ કૃષિ યુનિવર્સિટી પાસે સંપૂર્ણ માળખાકીય અને શૈક્ષણિક સુવિધાઓ છે. આથી, બન્ને યુનિવર્સિટી વચ્ચે એમઓયુ થતાં ઓર્ગેનીક ખેતીના શિક્ષણના ફેલાવામાં અભ્યાસનો ઉદ્દેશ સરળતા રહેશે.

અન્ય સમાચારો પણ છે...