તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તાજેતરમાં વર્લ્ડ સોઈલ ડે નિમિત્તે દેશભરની કૃષિ યુનિવર્સિટીઓના આઈસીએઆર (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રીસર્ચ) દ્વારા રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં આણંદ સ્થિત કૃષિ યુનિવર્સિટી 13 સ્થાનના ઉછાળા સાથે 24મું સ્થાન મેળવ્યું છે.આ અંગેની શિક્ષણ વિભાગના સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, પાંચમી ડિસેમ્બરેે વર્લ્ડ સોઈલ ડે નિમિત દેશની તમામ કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ તેમજ આઈસીએઆર સંસ્થાઓના નિયામકોનું વાર્ષિક પરિષદ નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. પરિષદનું આયોજન વિડિયો કોન્ફરન્સીંગથી આઈસીએઆર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય કૃષિ રાજય મંત્રી પૂરૂષોત્તમ રૂપાલા તેમજ કૈલાસ ચૌધરી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં કૃષિ યુનિવર્સિટીના સામુહિક અને સર્વોતમ યોગદાનને ધ્યાને લઈને રેન્ક આપવામાં આવ્યા હતા. જેમાં આણંદ કૃષિ યુનિવર્સિટીએ24મું સ્થાન હાંસલ કર્યું છે. આણંદની કૃષિ યુનિવર્સિટીએ વર્ષ 2018માં 37મું સ્થાન હાંસલ કર્યું હતું. અને વર્ષ2019માં તેમાં પ્રગતિ કરીને 24મું સ્થાન હાંસલ કરીને રેન્કીંગમાં સુધારો કરી આગળ આવી છે. કૃષિ યુનિવર્સિટીના સર્વે અધિકારીઓ, વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓના સામુહિક અને સર્વોત્તમ યોગદાનથી નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.