તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિતરણ:આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા 210 પ્રકારની વનસ્પતિઓનો ઉછેર કરી રાહતદરે વિતરણ કરાય છે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોનાની ત્રીજી લહેર સામે ઈમ્યુનીટી બુસ્ટર પાવર તરીકે ઘર આંગણાની ઔષધીય વનસ્પતિ ઉપયોગી

કોરોના મહામારીમાં ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારે એવા આયુર્વેદિક ગુણધર્મો ધરાવતી વનસ્પતિઓ અને સુગંધિત પાકો વિશે પ્રચાર પ્રસાર કરવાની ભલામણ કરાઈ હતી. ઘર આંગણે બાગ બગીચા તેમજ શાળા, ઓફિસ અને જાહેર બાગ બગીચાઓમાં પણ આયુર્વેદિક વનસ્પતિઓનો ઉપયોગ દવા તરીકે સરળતાથી થાય તેવા હેતુથી આ વનસ્પતિ રાહત દરે આપવામાં આવી રહી છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના ઔષધિય અને સુગંધીત વનસ્પતિ સંશોધન કેન્દ્ર દ્વારા 210 પ્રકારની વનસ્પતિઓનો ઉછેર કરી રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે

આ વનસ્પતિઓ ઘર ગથ્થા ઉપયોગમાં આવે તે માટે ઔષઘીય સુગંઘી પાકોની ભલામણને લઈને આણંદ કૃષિ યુનિવર્સિટીના ઔષધિય અને સુગંધીત વનસ્પતિ સંશોધન કેન્દ્ર દ્વારા આયુર્વેદિક ઉપચારમાં અસરકારક ગુણો ધરાવતી વનસ્પતિઓમાં તુલસી, ગળો (ગીલોય) ડોડી, સતાવરી, ઘોળી મુસળી, ગ્રીન ટી, આંબા અડદ, અરસી, ફુદીનો, મઘુનાસીની ઘોળી મુસ્લી, જેવી 210 પ્રકારની વનસ્પતિઓનો ઉછેર કરી રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

કોરોનાની ત્રીજી લહેર આવે તેવી સંભાવના વચ્ચે નેશનલ મેડિસિનલ પ્લાન્ટ દ્વારા પણ આ મુહિમ ચલાવવામાં આવી રહી છે. ત્યારે ઘરેલુ ઉપચાર માટે ઇમ્યુનિટી પાવર આપતી જુદી જુદી વનસ્પતિઓ આજે પણ અનેક બીમારીઓ સામે રક્ષા કવચ આપે છે. જેનું છૂટથી આજે પણ અસરકારક ઉપયોગ થાય છે. આણંદ કૃષિ યુનિવર્સિટીએ ગળો (ગીલોય)ના રોપાનું પ્રોજેક્ટ હેઠળ કામ હાથ ધરી ચાર હજાર જેટલા રોપાઓ તૈયાર કરી દેવાયા છે અને ડોડીના પાંચેક હજાર રોપા ઉછેર કરી રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આ અંગે વિભાગના વડા ડો. કલ્પેશભાઈ પટેલના જણાવ્યા મુજબ રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા આવા રોપાની હાલ ખૂબ માંગ વધી છે. આવાં રોપાના બીજ અમે શાળાઓ ખાતે ઔષધીય બાગ બનાવવા માત્ર 3650ની કીટ બનાવી બીજ આપીએ છીએ. હાલ અમારી પાસે જુદી જુદી વેરાયટીના રોપા ઉપલબ્ધ છે. જો ગળો વનસ્પતીની વાત કરીએ તો તે ગામડાઓમાંથી લુપ્ત થઈ રહી છે અને મહદઅંશે જોવા મળે છે. જે શહેરોમાં સરળતાથી મળી શકે તેમ નથી.

ગળો(ગીલોય)ના ફાયદા વિશે જાણકારી વધે તે માટે આ ખાસ આયોજન હાથ ધરાયુ ગળો ડાયાબિટીસ, એલર્જી, સાંધાના દુખાવા તથા પેટના કરમિયા જેવા અનેક રોગોમાં સફળ રીતે ઉપયોગી છે. વધુમાં દાંતો માટે અને મોઢા ની સમસ્યા માટે ખાસ ઉપયોગી છે, ત્યારે ગીલોયનું દાતણ પણ ઉપયોગી છે. ગીલોયને રાત્રે પલાળીને સવારે પાણી સાથે સેવન કરાય તો પેટની બીમારીઓ માટે અકસીર ઈલાજ આપે છે. આવનાર દિવસોમાં ઔષધિય વનસ્પતિનું ખેડૂતો ખેતી કરે તો તે નફાકારક ખેતી બને તેમ છે. આગમી દિવસોમાં તેની માંગ વધશે એમ યુનિવર્સિટી દ્વારા જણાવાયું છે. કોરોના કાળ પછીના ગાળામાં આ પ્રકારના ઔષધીય રોપાની ખૂબ જ માંગ વધી ગઈ હોવાનું જોવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...