આગ:આણંદ કૃષિ યુનિ.ની લેબોરેટરીમાં શોર્ટ સર્કીટથી આગ ભભૂકી ઉઠતા અફડાતફડી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ ફાયરબ્રિગેડેે વીજ પુરવઠો બંધ કરી જીવના જોખમે અંદર પ્રવેશી આગ બુઝાવી

આણંદ કૃષિ યુનિ.માં આવેલા એ.આઇ.એન.પી.વી.એમ એગ્રી ઓનોપોલોજી વિભાગમાં શનિવારે વહેલી સવારે શોર્ટસર્કિટ થતાં આગ ફાટી નીકળતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ત્યારે ઘટના પગલે આજુબાજુના વિસ્તારના રહીશો દોડી આવીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યોહતો. છતાં પણ ધુમાડા ગોટે ગોટા નીકળતા આણંદ ફાયરબ્રિગેડ જણ કરતાં લશ્કરો દોડી આવીને આગ બુઝાવી દીધી હતી.આગ લાગતાં કોઇ જાનહાનિ થવા પામી ન હતી.

પ્રાપ્ત માહિતી મુજબ કૃષિ યુનિ. એ.આઇ.એન.પી.વી.એમ એગ્રી ઓર્જીયોલોજી લેબોરેટરીમાં શોર્ટ સર્કીટ થતાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાં એસી બળી ઓગળી ગયું હતું.તેમજ કોમ્પ્યુટર સળગી ગયું હતું. કેમિકલ લેબ હોવાથી થર્મોકોલની સીટ સળગી ઉઠીને ધૂમાડાના ગોટે ગોટા ઉડયા હતા. આ અંગે આણંદ ફાયર બ્રિગેડના નરેન્દ્રભાઇ પંડયાએ જણાવ્યું હતું કે, આગ લાગી હોવાનો ફોન આવતાંની સાથે ટીમો તાત્કાલિક દોડી ગઇ હતી. જો કે ટીમોએ લાઇટ સપ્લાય બંધ કરાવીને પાણીનો મારો ચલાવીને આગ બુઝાવી દીધી હતી. જો કે આગ લાગતાં ધુમાડાના ગોટે ગોટા ઉળ્યા હોવાથી આગ બુઝાવવા માટે અંદર પ્રવેશ કરવો અઘરો હતો છતાં પણ જીવના જોખમે પ્રવેશીને આગ બુઝાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...