તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા:'કોરોના રહેશે ત્યાં સુધી સેવા કરીશું' આણંદ નોલેજ ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓની અનોખી શપથ

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓએ તેમના વ્યવસાયના સંદર્ભમાં પ્રતિજ્ઞા લીધી

આણંદ સ્થિત નોલેજ ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગમાં કોરોના સામેની લડાઇ માટેની શપથવિધિ યોજાઇ હતી. હાલ કોરોનાના કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે અને જનજીવન પુર્વવ્રત થઇ રહ્યું છે. આ સ્થિતિમાં ધીમે ધીમે જનસેવા પ્રવૃતિઓ પણ બંધ થઈ રહી છે. તેવા સંજોગોમાં નોલેજ ઇન્ટિટ્યુટના નર્સિંગના વિદ્યાર્થીઓએ શપથ લીધા હતા કે જ્યાં સુધી કોરોના રહેશે ત્યાં સુધી દેશવાસીઓની પડખે રહી સેવા કરીશું.

આણંદના નોલેજ ગ્રુપ સંચાલિત નોલેજ ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગમાં બીએસસી નર્સિંગ અને જીએનએમના વિદ્યાર્થીઓનો શપથવિધિ યોજાઇ હતી. વિદ્યાર્થીઓએ તેમના વ્યવસાયના સંદર્ભમાં પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે નોલેજ ગ્રુપના ચેરમેન રાજેશ ચૌહાણના માર્ગદર્શન હેઠળ નોલેજ ગ્રુપના તમામ ડિરેક્ટર પ્રિન્સીપાલ, નર્સિંગ અને ફિઝીયોથેરાપી કોલેજના તમામ ફેકલ્ટી અને વિદ્યાર્થોએ કોવિડ-19ના મહામારીના સંદર્ભમાં સંકલ્પ લીધો હતો કે જ્યાં સુધી સમગ્ર દેશ આ મહામારીથી મુક્ત નહીં થાય ત્યાં સુધી મેડિકલ અને પેરામેડિકલ ક્ષેત્રના હોવાને નાતે દેશના તમામ નાગરિકોની પડખે રહી તેમને સહાયરૂપ થઇશું.

ઉપરોક્ત કોરોનાની આવનારી ત્રીજી લહેરના સંદર્ભમાં નોલેજ કેમ્પસ પણ તમામ તૈયારીઓ સાથે સુસજ્જ રહેશે. વધારાની જે કાંઈ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી પડે તે માટે કોલેજ કેમ્પસ કાર્યાન્વિત છે.

ઉલ્લેખનીય છે કે, નોલેજ કેમ્પસમાં કોવિડ આઈસોલેશન સેન્ટર શરૂ કરી છેલ્લા બે મહિનામાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર અને સેવા દ્વારા કોરોના મુક્ત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત નોલેજ કેમ્પસ દ્વારા કોરોનામાં માતા પિતા ગુમાવનાર તમામ બાળકોના નિઃશુલ્ક શિક્ષણ અને રહેવાની તમામ સુવિધાઓ સાથે શૈક્ષણિક સામગ્રી વિનાનૂલ્ય પુરી પાડવાની જાહેરાત પણ કરી છે.

આવનારા સમયમાં પણ જ્યારે જ્યારે સમાજ અને દેશને કોરોના મહામારીના સંદર્ભમાં જે કાંઇ જરૂરિયાત ઉભી થાય, નોલેજ કેમ્પસ તેના તમામ ભૌતિક, માનવીય અને આર્થિક સંશાધનો સાથે તૈયાર અને સુસજ્જ રહેશેની પ્રતિબધ્ધતા સંચાલકો દ્વારા વ્યક્ત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...