વાલીઓમાં આનંદ:ધોરણ-10ના પરિણામમાં આણંદ નોલેજ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ પુનઃઅગ્રેસર

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળાના 24 વિદ્યાર્થીએ A-1 અને 55 વિદ્યાર્થીએ A-2 ગ્રેડ મેળવતા વાલીઓમાં આનંદ

આણંદ ખાતે કાર્યરત નોલેજ ગ્રુપ જિલ્લામાં વર્ષ 2021-22માં ધો.10ના પરિણામમાં પુનઃ અગ્રેસર રહ્યું છે. નોલેજ શાળાના કુલ 24 જેટલા વિદ્યાર્થીઓ એ-વન અને 55 જેટલા વિદ્યાર્થીઓ એ-ટુ સાથે ઉત્તિંર્ણ થયા છે. ગુજરાત રાજ્યનાં 65.18 ટકા અને આણંદ જિલ્લાના 60.62 ટકા પરિણામની સાપેક્ષે નોલેજ હાઇસ્કૂલ આણંદનું પરિણામ 93.06 રહેવા પામ્યું છે.

શાળાના 84 જેટલા વિદ્યાર્થીઓ 90 કરતા વધુ પી.આર સાથે ઉત્તિર્ણ થયા છે. 5 વિદ્યાર્થીઓએ ગણિતમાં, 2 વિદ્યાર્થીઓએ વિજ્ઞાનમાં, 1 વિદ્યાર્થીએ સંસ્કૃતમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. શાળામાં પ્રથમ ક્રમાંકે રાઠોડ હીર ગૌરાંગભાઇ 96.5 ટકા અને 99.95 પી.આર સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. પરમાર જય રાકેશભાઇ 96.16 ટકા અને 99. 95 પી.આર. સાથે દ્વિતિય ક્રમાંકે રહેવા પામેલ છે.

તૃતીય ક્રમાંકે વહોરા લીઝા આસીફભાઇ 95.67 ટકા અને 99.88 પી.આર પ્રાપ્ત કરેલ છે. નોલેજ ગ્રુપ આણંદના ચેરમેન રાજેશ ચૌહાણે તમામ વિદ્યાર્થીઓ, તેઓના માતા-પિતા અને પરિવારજનોને શ્રેષ્ઠ પરિણામ માટે અભિનંદન પાઠવ્યા હતા. નોલેજ ગ્રુપના મેનેજમેન્ટના તમામ સભ્યોએ ધો. 10 ના ઉત્તમ પરિણામ માટે કો-ઓર્ડીનેટર ધ્રુવ બારોટ અને કૌશિકા આચાર્યા તથા તમામ વિષય શિક્ષકોની મહેનતને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...