તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાર્વત્રિક વરસાદ:આણંદમાં શ્રાવણીયો અનરાધાર , સાર્વત્રિક વરસાદથી ખેડૂતો સહિત નાગરિકોમાં પણ ખુશીનો માહોલ

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 24 કલાકમાં સૌથી વધુ ઉમરેઠ તાલુકામાં 64 મિમી અને પેટલાદમાં માત્ર 3 મિમી સૌથી ઓછો વરસાદ,
  • સિઝનનો કુલ વરસાદમાં સૌથી વધુ આણંદ માં 78.45 ટકા અને સૌથી ઓછો ઉમરેઠમાં 37.14 ટકા નોંધાયો
  • છેલ્લા 24 કલાકમાં ઉમરેઠ તાલુકામાં 64 મીમી,આણંદમાં 43 મીમી,સોજીત્રામાં 37મીમી,અંકલાવમાં 11મીમી,તારાપુરમાં 8 મીમી,બોરસદમાં 7મીમી,ખંભાતમાં 6મીમી,અને પેટલાદમાં 3 મીમી નોંધાયો

રાજ્યમાં વરસાદની ઘટ ને લઈ ભારે ચિંતા પ્રસરી હતી.પીવાના પાણીનો સ્ટોક રાખવાની મથામણ માં સિંચાઈના પાણી માટે ખેડૂતોને વલખા પડી રહ્યા હતા.આણંદ જિલ્લામાં પણ ખેત સિંચાઈ ને લઈ ખેડૂતોએ સરકારમાં રજૂઆતો કરી હતી અને આંદોલન ની પણ તૈયારીઓ કરી હતી.આ ઉપરાંત જિલ્લામાં ઘણી જગાએ વરસાદના આગમન માટે પ્રાર્થના અને યજ્ઞ યજ્ઞાદિ ના પ્રયોગો પણ થયા હતા.

આખો શ્રાવણમાસ કોરોધકોર જશે તેમ જનાઈ રહયુ હતું પરંતુ જન્માષ્ટમીએ છુટા છવાયા છાંટા છુટી બાદ ગઈકાલે 24 કલાક દરમ્યાન જિલ્લામાં સાર્વત્રિક વરસાદના આગમન થી ખેડૂતોમાં ખુશહાલી ફેલાઈ છે અને ખેત પેદાશને પોષણ યુક્ત વરસાદ આવતા અને હજુ પણ વરસાદની શક્યતાઓ જણાતા ખેડૂત ઘરોમાં ઉત્સવ જેવો માહોલ જણાઈ રહ્યો છે.જ્યારે વરસાદ ખેંચાવાથી બફાટ નો અનુભવ કરતા નાગરિકોમાં પણ વરસાદમાં આગમને વરસાદી ઠંડક પ્રસરતા આનંદની લાગણી છવાઈ છે.

આણંદ જિલ્લામાં જન્માષ્ટમી સમય દરમ્યાન દિવસના વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી મધ્યમ છાંટાછૂટી વરસાદ તો ક્યાંક ઝાપટા પડ્યા હતા. જોકે 31 ઓગસ્ટની રાત્રે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાતા શ્રાવણ-ભાદરવો અનરાધાર રહે તેવી વકી જણાઈ રહી છે.

છેલ્લા કેટલાક દિવસથી દિવસ દરમ્યાન ધૂંપછાવ જેવા માહોલમાં જનતા બફાટ અને ઉકળાટથી પરેશાન થઈ ઉઠી હતી. ચોમાસાની ઋતુના પ્રારંભના દિવસોમાં વરસાદે આણંદ તાલુકામાં સિઝનની અર્ધસદી ફટકારી છે. 31 ઓગસ્ટ મંગળવારે રાત્રે વરસેલા વરસાદે આણંદ તાલુકામાં 78.45 ટકાનો આંક વટાવ્યો છે.

મહત્વનું છે કે ગત 18 જૂને આણંદમાં આભ ફાટ્યું હોય તેવી સ્થતિ નિર્માણ થઈ હતી.રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવાયા હતા. જાહેર માર્ગો ઉપર વરસાદી પાણીના ભરાવાથી રાહદારીઓ અને વાહનચાલકો પરેશાન થઈ ઉઠ્યા હતા. ત્યારબાદ પણ વરસાદનું જોર યથાવત રહ્યું હતું અને થોડી-થોડી વારે વરસાદી ઝાપટા વરસ્યા હતા.

વરસાદ લાંબા ગાળાનો વિશ્રામ લીધો હોય કે ખેંચાઈ ગયો હોય તેમ દુષ્કાળના ડાકલા વર્તાતા હોય તેમ જણાય રહ્યું હતું.શ્રાવણ માસ પુરો થવા આવ્યો છતાં વરસાદના એંધાણ વર્તાતા નહોતા તેવા સમયે જન્માષ્ટમી બાદ બીજા દિવસે રાત્રીના મેહુલિયો મન મૂકી વરસ્યો હોય તેમ જણાઈ રહયુ છે. ભાદરવો મહિનો બાકી હોઈ વરસાદની સંભાવનાને લઈ ખેડૂતોમાં ખેતી લાયક વરસાદ વરસ્યો હોઈ ખેડૂતોમાં ખુશહાલી વ્યાપી છે.

છેલ્લા 24 કલાકમાં ઉમરેઠ તાલુકામાં 64 મીમી,આણંદ માં 43 મીમી,સોજીત્રામાં 37મીમી,અંકલાવમાં 11મીમી,તારાપુરમાં 8 મીમી,બોરસદમાં 7મીમી,ખંભાતમાં 6મીમી,અને પેટલાદમાં 3 મીમી નોંધાયો છે.જ્યારે આ સિઝન ની કુલ ટકાવારી તરફ નજર નાખીએ તો આણંદ માં 78.45 ટકા,સોજીત્રામાં 53 ટકા,ખંભાતમાં 52.56 ટકા,પેટલાદમાં 52.10 ટકા જ્યારે બોરસદમાં47.92 ટકા ,તારાપુરમાં47.77 ટકા ,આંકલાવમાં 44.46 ટકા અને ઉમરેઠમાં 37.14 ટકા વરસાદ નોંધાયો છે.+

સારો વરસાદના પગલે પાકને જીવતદાન મળ્યું જિલ્લામાં ડાંગર, બાજરી અને શાકભાજીનો પાક બળી રહ્યો હતો. આગામી એક સપ્તાહમાં વરસાદ ના પડયો હોત તો પાક નિષ્ફળ જવાની ભીતી હતી. પરંતુ 24 કલાકમાં પડેલા સારા વરસાદથી કેળ, ફુલો, ડાંગર અને મરચી સહિતના પાકને જીવતદાન મળ્યું છે. ખેડૂતોએ આજથી તમાકુની રોપણી કામ શરૂ કરી દીધું છે. > ભીખાભાઇ પરમાર,ખેડૂત , કુંજરાવ

ઓગસ્ટમાં અઢી ટકા જ્યારે છેલ્લા 36 કલાકમાં 12 ટકા વરરસાદ વધ્યો
આણંદ જિલ્લા પર ભગવાન શ્રીકૃષ્ણ રિઝ્યા હોય એમ આ પવિત્ર દિવસથી મેઘરાજાનું પુનરાગમ ફળદાયી નીવડ્યું છે. જન્માષ્ટમી પહેલા ઓગસ્ટના 30 દિવસ દરમિયાન સમગ્ર જિલ્લામાં માત્ર 3 ટકા જેટલો વરસાદ વધ્યો હતો તેની સરખામણીમાં છેલ્લા 36 કલાકમાં 12 ટકા જેટલો વધારો નોંધાયો છે.

હવામાન વિભાગ પાસેથી પ્રાપ્ત સત્તાવાર માહિતી મુજબ 31 જુલાઇના રોજ જિલ્લામાં સિઝનનો 46.79 ટકા વરસાદ નોંધાયો હતો. 31 ઓગસ્ટના રોજ આ ટકાવારી વધીને 49.33 ટકા થઇ હતી, અર્થાત મહિના દરમિયાન માત્ર 2.54 ટકાનો વધારો નોંધાયો હતો. તેની સામે આજે બુધવારે સાંજે 6 વાગે પુરા થતા 36 કલાક દરમિયાન કુલ ટકાવારી વધીને 61.20 ટકા થઇ હતી.

આમ માત્ર 36 કલાકના સમયગાળામાં અગાઉની સરખામણીમાં 11.87 ટકાનો વધારો નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં સમગ્ર ચોમાસા દરમિયાન 763 મી.મી. વરસાદની આશા રખાય છે તેની સામે અત્યાર સુધીમાં 467 મી.મી. મેઘમહેર થઇ ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...