તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના કાળમાં આરોગ્ય કર્મી તરીકેની ફરજ એટલે મોત સામે સીધી લડત ગણવામાં આવે છે. પ્રધાનમંત્રીથી લઈ વિશ્વિક નેતાઓ આરોગ્ય કર્મીની કોરોના કાળ દરમિયાનની આરોગ્યકર્મીઓની ફરજ નિષ્ઠાને વધાવતા અને વખાણતાં આવ્યા છે. આણંદ જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલા રસીકરણ કાર્યક્રમમાં આણંદ જનરલ હોસ્પિટલના સ્ટાફ નર્સ સંગીતા મેકવાને સરાહનીય કામગીરી બજાવી આરોગ્ય વિભાગ અને નાગરિકોમાં પ્રસંશા મેળવી છે. આણંદ જિલ્લામાં વિવિધ હોસ્પિટલમાં અત્યાર સુધી બે લાખ 40 હજારથી વધુ નાગરિકોને રસી અપાઈ ચુકી છે.
આણંદની જનરલ હોસ્પિટલમાં નર્સિંગ સિસ્ટર સંગીતા મેકવાન જનસેવાના કાર્યમાં કર્મયોગી બની ઉભરી રહ્યા છે. લોકોને કોરોના સામે સલામતી કવચ પૂરું પાડવાના સરકારી અભિયાનમાં સંગીતા મેકવાને અત્યાર સુધીમાં લગભગ 2600થી વધુ લોકોને રસી મૂકી કોરોના કવચથી તેમને સુરક્ષિત કર્યા છે. તેઓ હજુ રોજેરોજ રસીઓ મૂકી એમનો રસી મૂકવાનો આંક વધારતાં જ જાય છે.
મહત્વનું છે કે, આણંદ જિલ્લા સહિત રાજ્યના સંખ્યાબંધ આરોગ્ય કેન્દ્રોમાં સેંકડો નર્સિંગ સ્ટાફ રોજે રોજ હજારો લોકોને રસી મૂકીને લોક આરોગ્ય રક્ષા માટે રસીકરણ કામગીરી કરી રહ્યાં છે.હવે 45થી વધુ ઉંમરના લોકોનું રસીકરણ હોઈ રોજે રોજ સંખ્યા વધી રહી છે. પરંતુ આરોગ્યકર્મીઓ થાક અને ડરને બાજુએ મૂકી જન આરોગ્યને વેકસીન કવચ બાંધી તેમની આરોગ્ય સુરક્ષા નિશ્ચિત કરી રહ્યા છે.
આ અંગે સંગીતા મેકવાને જણાવ્યું કે, છેલ્લા દોઢ મહિનાથી સતત રસી મૂકવામાં આવી રહી છે. રવિવાર અને તહેવારની રજાઓ ભૂલીને અમે રસી મૂકી રહ્યાં છે.અને તેઓ એટલા તો હળવા હાથે રસી મૂકે છે કે સોય ભોંકે તો ખબર જ પડતી નથી.
આ કર્મયોગીઓ સાવ મૌન રહીને લોકોને કોરોના સામે આરોગ્ય રક્ષક કવચ પુરૂ પાડી રહ્યા છે. તબીબી અધિકારી ડો. પંડ્યા જણાવે છે કે અમારી જનરલ હોસ્પિટલમાં રસીકરણની સફળતાનું શ્રેય આ નિસ્વાર્થ કર્મયોગીઓના ફાળે જાય છે.અત્યાર સુધીમાં હોસ્પિટલમાં 5000 થી વધુ લોકોને કોરોના રસી મૂકવામાં આવી છે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.