આગ પ્રકરણ:આણંદ આગ પ્રકરણ : ફટાકડાની દુકાનમાં 60થી 70 કાર્ટુન ભર્યા હતા

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 900 કિલોની મંજૂરી સામે 1500 કિલો ફટાકડાનો સંગ્રહ કર્યો હતો

આણંદમાં આગ લાગવાના બનાવમાં ખુદ દુકાનમાલિકે જ પોતાની દુકાનમાં પરમીશન કરતાં વધુ જથ્થો ભર્યો હોવાની આડકતરી કબૂલાત ટેલિફોનિક ઈન્ટર્વ્યૂમાં કરી હતી. આણંદમાં ફટાકડાની દુકાનમાં આગ લાગવાના બનાવમાં ખુદ દુકાન માલિક સોનુ ખટવાણીએ ઘટના બાદ ટેલિફોનિક ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે, તેની દુકાનમાં ફટાકડાના દારૂગોળાના 60થી 70 કાર્ટુન ભર્યા હતા. એક કાર્ટુનમાં 25થી 30 કિલો દારૂગોળો આવે. આમ લગભગ 1500 કિલો જથ્થો હોવાનું વાતચીતમા જણાવ્યું હતુ.

બીજી તરફ આ દુકાન માલિક પાસે અેક દુકાનનો 450 કિલો મુજબ બે દુકાનનો કુલ 900 કિલો જેટલો જથ્થો રાખવાની મંજૂરી હતી. પરંતુ તેની સામે 1500 કિલો માલ રાખ્યો હોવાનું જાણવા મળ્યું છે.ત્યારે સમગ્ર મુદૃે હવે જોવાનું એ રહે છે કે પોલીસ અને પ્રાન્ત વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે.દરમિયાન, બીજી તરફ પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં સમગ્ર ઘટનામાં દસથી વધુ લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. પરંતુ મૂળ દુકાનમાલિકનું નિવેદન લેવાનું બાકી છે. જોકે, આગ કેવી રીતે લાગી એ નિવેદન આપનારા તમામ લોકોને ખબર જ નથી.

અન્ય સમાચારો પણ છે...