તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • Anand Fire Brigade's Three day Probe Reveals Negligence Of System, Lack Of Fire Safety In Four, Including General Hospital

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:આણંદના ફાયર બ્રિગેડની ત્રણ દિવસની તપાસમાં તંત્રની બેદરકારી ખુલ્લી થઈ, જનરલ હોસ્પિટલ સહિત ચારમાં ફાયર સેફ્ટીનો અભાવ

આણંદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વરસોથી પાલિકા જ જેનું સંચાલન કરતી હતી તે હોસ્પિટલમાં આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવી સ્થિતિ
 • આણંદ ફાયર બ્રિગેડ દ્વારા બે હોસ્પિટલમાં મોકડ્રિલ યોજાઈ

ગુજરાતમાં કોવિડ હોસ્પિટલોમા આગના બનાવો વધી રહ્યા છે. દર્દીઓના જીવ વગર વાંકે ભડ ભડ સળગી રહ્યા છે. તંત્ર પણ તે ઠેકાણે ઉલાળા મારે છે અને પછી બધું ઠેરનું ઠેર હોય છે. આણંદનું તંત્ર રાજ્યમાં ક્યાંય પણ આગ લાગે ત્યારે ફાયર સેફ્ટીના સાધનો ચકાસવા નીકળી પડે છે અને નોટીસો ફટકારે છે. પરંતુ બાદમાં બધુ અભેરાઈએ ચડી જાય છે.

ભરૂચના આંગ કાંડ બાદ આણંદમાં ફરી હોસ્પિટલની ફાયર સેફ્ટી ચકાસણી કરવામાં આવી છે. જેમાં ચાર હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનો અભાવ છે અથવા એનઓસી નથી. આશ્ચર્યજનક બાબત એ છે કે, આ ચાર હોસ્પિટલમાં એક તો જનરલ હોસ્પિટલ જ છે. વરસો સુધી પાલિકા હસ્તક રહેલી આ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી જ ન હોવાથી આગ લાગે તો દર્દીને બચાવવા મુશ્કેલ પડે તેમ છે. હાલ આ અંગે આરોગ્ય વિભાગને પણ જાણ કરવામાં આવી છે.

આણંદ ફાયર બ્રિગેડ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી શહેરની વિવિધ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની ચકાસણીનું અભિયાન હાથ ધર્યું છે. આ ત્રણ દિવસ દરમિયાન 17 હોસ્પિટલની ચકાસણીમાં 13માં ફાયર સેફ્ટી જોવા મળી છે. જ્યારે ચારમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, આ હોસ્પિટલમાં સરકારી જનરલ હોસ્પિટલનો જ સમાવેશ થાય છે. વરસોથી આણંદ પાલિકા હસ્તક રહેલી આ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનું બહાર આવતાં સારવાર લેતા દર્દીઓમાં પણ ફફડાટની લાગણી ફેલાઇ છે.

હાલ તો હોસ્પિટલના ઉપરી અધિકારીઓએ સરકાર પર જવાબદારી ઢોળી છે. પરંતુ આગામી દિવસોમાં હોસ્પિટલમાં ફાયર સેફ્ટી ફીટ કરવા નોટીસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત અન્ય ત્રણ એમરી હોસ્પિટલ ,ડો.પંકજ પરીખની હોસ્પિટલ અને સત કેવલ હોસ્પિટલનો સમાવેશ થાય છે. આ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો છે. પરંતુ તેની એનઓસી લેવામાં વિલંબ કરતાં નોટીસ આપવામાં આવી છે.

આણંદ શહેરમાં કોરોના મહામારીમાં રાતોરાત કોવિડ હોસ્પિટલ ઉભી કરી તેને એનઓસી આપવામાં આવી છે. જોકે, આ એનઓસી આપતા સમયે ફાયર સેફ્ટીના નિયમની સદંતર અવગણના કરવાની હોવાનું જોવા મળ્યું છે. આ તમામ હોસ્પિટલને વધારાની સીસ્ટમ વસાવવા માટે નોટીસ આપવામાં આવી છે.

મહત્વનું છે કે, આણંદની બે ખાનગી હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાઇ આણંદ ફાયર બ્રિગેડ દ્વારા ફાયર ઓફિસર ડી.વી. ગોરની આગેવાનીમાં શહેરની આઈરિશ અને ટી સ્કવેર હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં આગ લાગે ત્યારે પ્રાથમિક ધોરણે શું પગલાં ભરવા તે અંગે સ્ટાફને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો