તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિયમો નેવે મૂકાયા:આણંદ ચૂંટણી અધિકારીએ માસ્ક કાઢ્યાનો કર્યો સ્વીકાર, કહ્યું-જાહેરનામા ભંગની કાર્યવાહી કરવાની જવાબદારી પોલીસની

આણંદ23 દિવસ પહેલા
 • અનેક ઉમેદવારો અને અધિકારીઓએ કોવિડ ગાઈડલાઈનનું કર્યું ઉલ્લંઘન
 • માસ્ક વિના બેરોકટોક હોલની ઉમેદવારો,ટેકેદારો અને સમર્થકો અંદર ફરતા હતા

આણંદ જિલ્લા, તાલુકા, અને નગરપાલિકાની ચુંટણીના ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા પુર્ણ થઈ છે. આણંદના રાજકારણીઓ, તેના સમર્થકો અને ટેકેદારોએ કોરોના ગાઈડલાઈનનો ભંગ કર્યો અને આ હોલમાં માસ્ક ,સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતી ભીડભાડ વચ્ચે અધિકારીઓએ પણ કોરોના ગાઈડલાઈનનો ભંગ કર્યો હતો. જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી કરવાની જેની જવાબદારી છે તે પોલીસ તંત્રએ આ બાબતે સદંતર બેદરકારી દાખવી છે.

સામાન્ય પ્રજાને દંડીત કરનાર પોલીસ તંત્ર આ પોલિટિકલ સરકારી ઈવેન્ટ બાબતે મૌનની ભૂમિકામાં જણાયું હતું. ખુદ ચૂંટણી અધિકારી જ માસ્ક વિના ફોર્મ સ્વીકારતા નજરે ચઢ્યા હતા. મીડિયાકર્મીઓએ અહીંના વીડિયો ઉતર્યા તો ગુસ્સે ભરાઈ મીડિયા કામગીરીને અટકાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

આણંદ નગરપાલિકાના ચૂંટણી ફોર્મ સ્વીકારવા 80 ફૂટ રોડ ઉપર આવેલ સરદાર બેન્કવેટ હોલ આયોજન કરાયું હતું. આંણદ નગરપાલિકાની 52 બેઠકો માટેની ઉમેદવારી ફોર્મ નોંધવાની પ્રક્રિયા થઈ પૂર્ણ છે. ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે 110 ફોર્મ ભરાયા હતા. આંણદ નગરપાલિકા ચૂંટણી માટે કુલ 193 ફોર્મ ભરાયા છે. ઉમેદવારી પત્રોની ચકાસણી સોમવારે હાથ ધરવામાં આવશે.

મહત્વનું છે કે આણંદ પાલિકાના ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા દરમ્યાન અનેક વિવાદો ઉભા થયા હતા. જોકે આ વિવાદો બાબતે ચૂંટણી અધિકારી જે.સી.દલાલે પોતાનો લુલો બચાવ કરી જવાબદારી અને ગફલતોમાંથી પોતાને પ્રામાણિક સિધ્ધ કરવા કાયદાકીય ભયરહિત દલીલો કરી હતી.

મહત્વનું છે કે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા માટેનો નિશ્ચિત કરેલ સમય ત્રણ વાગ્યા સુધીનો હતો તેમ છતાં ચૂંટણી અધિકારી દ્વારા સમય અવધિ વહી ગયા બાદ પણ ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ રખાઈ હતી. ફોર્મ સ્વીકારવા બાબતે ચૂંટણી પંચની જોગવાઈને આગળ ધરી ત્રણ વાગ્યા બાદની કાર્યવાહી યોગ્ય ગણાવી હતી. હોલમાં હકડેઠઠ ભીડ હતી તેમ છતાં ચૂંટણી અધિકારીએ માસ્ક કાઢી નાખ્યો હતો.

જે બાબતે તેઓએ ખુલાસો કરતા જણાવ્યું કે ગરમીના કારણે અને તેઓ જે બોલતા તે તેમનો કર્મચારી સાંભળતો નહોતો . જે બાબતને લઈ પૂરી સભાનતા સાથે માસ્ક કાઢી નાખ્યા હોવાનું ચૂંટણી અધિકારીએ કાયદાનો ડર રાખ્યા વિના સ્વીકાર્યું હતું. તેઓએ જણાવ્યું કે જાહેરનામા ભંગની કાર્યવાહી પોલીસ વિભાગને કરવાની થાય છે તેઓ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો