મહેનતનું પરિણામ:આણંદ જિલ્લાનું ધોરણ 10નું 60.82% પરિણામ આવ્યું, 289 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • A2માં 1313 વિદ્યાર્થી, B1માં 2805 અને B2માં 4047 વિદ્યાર્થી આવ્યા

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10 એસ.એસ.સીનું માર્ચ-એપ્રિલ 2022માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં આણંદ જિલ્લાનું 60.82 ટકા પરિણામ આવ્યું છે.

આણંદ જિલ્લામાં 28138 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશ કરાવ્યું હતું. જેમાંથી 27785 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં A1 ગ્રેડમાં 289, A2માં 1313, B1માં 2805, B2માં 4047, C1માં 4819, C2માં 3282, Dમાં 279, E1માં 6139, E2માં 4802 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.

અન્ય સમાચારો પણ છે...