નેતૃત્વ હેઠળ:ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સરકારમાં આણંદ જિલ્લો કોરાણે મુકાયો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નવી સરકારમાં આણંદ જિલ્લાના બે ધારાસભ્યોમાંથી એકને સ્થાન મળે તેવી આશા હતી જે ઠગારી નીવડી હતી. કેશુબાપાની સરકારમાં બે વખત, નરેન્દ્ર મોદીના શાસનમાં 1 વખત અને વિજયભાઇ રૂપાણીની પહેલી સરકારમાં એક વાર જિલ્લાને મંત્રી પદ સાંપડ્યું હતું. ભાજપના શાસન દરમિયાન 1995 થી 2002 સુધીમાં આણંદના ધારાસભ્ય દિલીપભાઈ પટેલ બે વખત મંત્રીપદે રહી ચૂક્યા છે. જ્યારે 2002માં પેટલાદના ધારાસભ્ય સી. ડી. પટેલ સહકારમંત્રી તરીકે રહી ચૂક્યા હતા.

પરંતુ 2007 થી 2012ના નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન આણંદ જિલ્લાને મંત્રીપદ મળ્યું ન હતું. ત્યારબાદ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના શાસન દરમ્યાન ચરોતરની જનતાને સ્થાનિક ધારાસભ્યને મંત્રીપદ મળશે તેવી આશા હતી પરંતુ તે પણ ઠગારી નીવડી હતી. રૂપાણી 2016માં સીઅેમ બન્યા ત્યારે અેક વર્ષ માટે આણંદના રોહિતભાઈ પટેલને મંત્રીમંડળમાં સમાવાયા હતા. ફરીવાર તેઅો મુખ્યમંત્રી બન્યા ત્યારે આણંદ જિલ્લાના અેક પણ ધારાસભ્યને પ્રધાનમંડળમાં સમાવેશ કરાયો ન હતો. તેવી જરીતે નવી રચાયેલી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારમાં પણ આણંદ જિલ્લાની બાદબાકી થઇ છે.

1995 થી 2002 સુધી ત્રણવાર મંત્રી પદ મળ્યું હતું
રાજ્યમાં 1995 થી 2001ના સમયગાળા દરમિયાન બે વાર કેશુભાઇ ની સરકાર અસ્તિત્વમાં આવી હતી, તે બંને વખત આણંદના ધારાસભ્ય દિલીપભાઇ પટેલનો મંત્રીમંડળમાં સમાવેશ કરાયો હતો. ત્યારબાદ નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી બન્યા ત્યારે સી. ડી. પટેલને સહકાર મંત્રી બનાવાયા હતા. આમ 6 વર્ષના સમયગાળામાં ત્રણ વાર આણંદ જિલ્લાના ધારાસભ્યોને મંત્રીપદ મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...